માં અમૃતમ કાર્ડની બંધ થયેલી કામગીરી તાકીદે ફરી શરુ કરવા માંગ

  • June 25, 2021 11:06 AM 

વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીએ મ્યુ. કમિશ્નરને લખેલો પત્ર

જામનગરના ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને ગંભીર બીમારીઓ સબબ તેમજ મેડીકલ સારવારમાં રાહતપ થાય તે માટે માં અમૃતમ કાર્ડ જરીયાતમંદ લોકોને આપવમાં આવતા હતા જેથી લોકોને ખર્ચમાં રાહત થાય અને સરકારની યોજનાનો લાભ મળી શકે આપ જાણો છો કે હાલમાં કોરોના મહામારી અન્વયે લોકોના વેપાર ધંધા ઠપ થઇ ગયેલ છે અને ગરીબ વર્ગ તો ઠીક સામાન્ય માનવીનું પણ જીવન ખુબ જ કઠીન થઇ ગયેલ છે. આ કામગીરી બંધ થઇ ગઇ છે ત્યારે તાત્કાલીક અસરથી શરુ કરવાની માંગણી મહાપાલીકાના વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીએ મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં કરી છે.

આ પત્રમાં જણાવાયું છે કે બીમારીમાં સારવાર માટે રાહતરુપ બને તે માટે અમૃતમ કાર્ડ ઉપયોગી છે, પરંતુ ખાટલે મોટી ખોટ છે કે આ અમૃતમની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી બંધ થઇ ગયેલ છે, મહાનગરપાલીકામાં આ કામગીરી કરવામાં આવતી હતી, ત્યારબાદ મહાપાલીકા ખાતેથી આ કામગીરી બંધ કરીને જી.જી. હોસ્પીટલ ખાતે ચાલુ કરવામાં આવેલ અને હાલ જી.જી. હોસ્પીટલમાં પણ આ કામગીરી બંધ થઇ ગયેલ છે તેથી જામનગરના લોકોને કાયમી હેરાનગતી થતી હોય તેવુ જણાય છે, આ બંધ થયેલ માં અમૃતમની કામગીરી જો વહેલાસર શરુ કરવામાં નહી આવે તો નાછુટકે વિરોધપક્ષ એ આ બાબતે જલદ આંદોલન કરવાની ફરજ પડશે જેનો નોંધ લેવા પત્રમાં જણાવ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)