દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના કાર્યક્રમોનો વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત

  • August 05, 2021 01:16 PM 

   ગુજરાતની વર્તમાન ભાજપ સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યના તમામ જિલ્લા તથા તાલુકા કક્ષાએ મોટા પાયે ઉજવણી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે કોંગ્રેસ દ્વારા ખંભાળિયા સહિત સમગ્ર રાજ્યમાં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

    ભાજપ દ્વારા કરાતી ઉજવણી અંતર્ગત ખંભાળિયામાં અને "અન્ન અધિકાર અભિયાન" હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા દ્વારકા મુકામે ધરણાં અને આવેદનપત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભાજપ સરકારની ટીકા કરી અને નીતિ રીતીનો વિરોધ કરવા બદલ પોલીસ દ્વારા આ સ્થળે ઉપસ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યાસીનભાઈ ગજજન, અગ્રણી મુળુભાઇ કંડોરીયા, હેમતભા માણેક, પરબતભાઈ લગારીયા, સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS