હળવદમાં મહાશિવરાત્રી પર્વે શિવાલયોમાં ભકતો ઉમટયા

  • March 12, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ એટલે છોટે કાશી ગણાય છે, હળવદની ચારેય દિશાઓમાં શિવાલયો આવેલા છે. આ ભુદેવોની નગરીમાં શરણેશ્ર્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ, સબળેશ્ર્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, નિલકંઠ મહાદેવ, જગ્તેશ્ર્વર મહાદેવ, હાટકેશ્ર્વર મહાદેવ, ફુલેશ્ર્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, રામેશ્ર્વર મહાદેવ વગેરે અનેક શિવાલયોમાં વહેલી સવારથી જ હર..હર..મહાદેવના નાદ સાથે જલાભિષેક, રૂદ્રાભિષેક, શિવ મહિમા, સોડષોપચાર રૂદ્રાભિષેક તેમજ હોમાત્મક રૂદ્રયણ, ભાંગ પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવેલ. 


અહીની એક વિશેષતા છે કે મંદિરોની પાલખીમાં બેસી મહાદેવ ઘરે ઘરે દર્શન માટે પધારે છે. ઢોલ, નગારા સાથે મહાદેવની પાલખી શિવભકતોના ઘરે આવે છે. તેમાં શરણેશ્ર્વર મહાદેવ, કાશીવિશ્ર્વનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ અને ગૌલોકેશ્ર્વર મહાદેવની પાલખીના ગામલોકો દર્શન કરે છે. અહીં શિવરાત્રીના બીજા દિવસે મહાપ્રસાદ ભંડારાનું પણ આયોજન હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS