ધોરાજીમાં ઉનાળાની શરૂઆતમાં પાલિકા દ્વારા પાણી વિતરણમાં ધાંધિયા

  • March 09, 2021 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ધોરાજી શહેર માં કોંગ્રેસ શાસિત નગરપાલિકા શહેર માં પીવાના પાણી ના વિતરણ વ્યવસ્થા બાબતે પણ નિષ્ફળ નીવડી હોઈ એવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના બહાર પૂરા વિસ્તાર માં આજે ચાર દિવસ વીતી ગયા બાદ પણ પાણી વિતરણ થયું નથી શહેરના અનેક વિસ્તારો માં પણ પૂરતા ફોર્સ થી પાણી ના આવતું હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ધોરાજી નગરપાલિકા ના કોંગ્રેસ ના સતાધીશો પ્રજાને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ નીવડ્યા હોઈ એવું લાગી રહ્યું છે ધોરાજી પંથક માં સારા એવા વરસાદને કારણે ધોરાજીનું ભાદર ૨ અને ફોફળ ડેમ બને જળાશયોમાં પુષ્કળ પ્રમાણ માં પાણી છે જીયારે બને જળશય માં પુષ્કળ પ્રમાણમાં પાણી હોવા છતાં પણ પાલિકાની અનાવડત ના કારણે નિયમિત રીતે પાણી વિતરણ થઇ શકતું નથી.


ઉલ્લેખનીય છે કે, ધોરાજીમાં ત્રણ વર્ષ પહેલાં ધોરાજી ના દરેક વિસ્તાર માં લખો રૂપિયા ના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી હતી પરંતુ તે શોભાના ગાઠિયા સમાં બની રહી છે ભાજપ કોંગ્રેસની રાજકીય લડાઈ ને કારણે આં પાણીની પાઇપ લાઇન શરૂ કરવામાં આવી નથી જો આં નવી પાઇપ લાઇન શરૂ કરી દેવામાં આવે તો ધોરાજી ની પ્રજા ને એકાંતરે પાણી મળી રહી એમનચે પરંતુ ધોરાજી નગરપાલિકા માં કોંગ્રેસ નું શાશન છે અને ભાજપ વિરોધ પક્ષ માં છે અને ભાજપ ના વિરોધ પક્ષના નેતા પીવાના પાણી વિતરણ બાબતે યોગ્ય રજૂઆત કરવી જોઈ અને લોકોના પ્રં પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS