જૂનાગઢમાં શૈક્ષણિક જગત દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે જન જનને જાગૃત કરવાની જિલ્લા શિક્ષણઅધિકારીની અપીલ

  • April 26, 2021 05:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ પંથકમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શૈક્ષણિક- બીન શૈક્ષણિક સંઘ, પ્રાથમિક,  માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તેમજ સંચાલન મંડળ તમામને કોરોના વાયરસ સામે લડવા માટે જનજાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવવાની અપીલ કરવામાં આવી છે અને સાથે સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.  

 

 

જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયુ છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય માટે પુરતા નિષ્ઠાવાન પ્રયાસ કરી રહી છે. જુનાગઢ જિલ્લાનું વહીવટી તંત્ર દિવસ રાત એક કરી લોકો સુધી સુવિધા પહોંચતી કરવા કામે લાગ્યું છે.  તેમ છતાં જોઇએ તેટલી કોરોના સંક્રમણની ચેન તુટતી નથી. આથી  આપણે સમાજના એવા અવિભાજ્ય અંગ છીએ કે જો આપણે સંકલ્પ કરીએ તો જિલ્લાના વહિવટી તંત્રના પ્રયાસમા આપણે થોડી પણ અસરકારક મદદ કરી શકીશું એવું મારું સ્પષ્ટ માનવું છે‌. આથી શૈક્ષણિક- બીન શૈક્ષણિક સંઘ, પ્રાથમિક,  માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તેમજ સંચાલન મંડળ તમામને કોરોના વાયરસ સામે લડવા માટે જનજાગૃતિ લાવવા માટે અભિયાનમાં જોડાવું અને કોરોનાની ચેન બ્રેક કરવી. જેના માટે અભિયાન દરમિયાન શું કરવું તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

 

સંક્રમણ અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરીએ

 

દવા અને સાથે સાવધાની એટલેકે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, કામ વગર બહાર ન જવું અને હાથની સફાઈનું મહત્વ સમજાવીએ.

 

રાજ્ય સરકારે કહ્યા મુજબ હાલ ૪૫+ અને ૧ મે ૨૦૨૧થી ૧૮ વર્ષ થી ઉપરના યુવા વર્ગ માટે વેક્સિનેશન કરીએ અને કરાવીએ.

 

આ બાબતની જાણકારી સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચતી કરવા માટે નીચે મુજબ કરી શકાય

 

 

૧: દરેક શાળા SMC/ SMDCને એકટીવ કરે.

 

૨: શાળા બહાર અને ગામની જાહેર જગ્યાએ નોટીસ બોર્ડ પર જન ઉપયોગી સૂચનાઓ મુકે.

 

૩: દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ ને જાગૃત કરવા માટે તજજ્ઞો સાથે મળીને અનુકુળતાના સમયે વેબીનાર કરે.

 

૪: શાળાનો પ્રત્યેક વિધાર્થી પોતાના સગા સંબંધીને એક પોસ્ટ કાર્ડ લખે.

 

૫: પ્રત્યેક શિક્ષક/ આચાર્ય તથા એસએમસી/એસ.એમ.ડી.સીના સભ્ય વધુમાં વધુ વ્યક્તિઓને ફોન કરે.

     

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS