તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આ મહાશિવરાત્રિએ કરો આ કામ

  • March 09, 2021 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે માણસે પોતાની મનોકામના અનુસાર શિવની પૂજા કરવી જોઈએ. શિવને તમારી પૂજાથી જણાવો કે તમારે શું જોઈએ છે. જે વ્યક્તિ સંસારિક મોહ માયાથી મુક્ત થવા માંગે છે. શિવના ચરણોમાં સ્થાન મળે મેળવવાની જે ઇરછા રાખે છે. તેમના માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ગંગા જળ અને દૂધથી અભિષેક કરો. આવા વ્યક્તિઓએ મહાશિવરાત્રીની રાત્રે જાગવું જોઈએ અને શિવપુરાણનો પાઠ કરવો અથવા સાંભળવો જોઈએ. શિવ ભજનથી પણ લાભ થાય છે

લાંબા સમયથી વાહન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છો અને સફળતા મળતી નથી. તો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો દહીથી અભિષેક કરો. 

આર્થિક સમસ્યાઓથી પરેશાન અને ચિંતિત રહેનારાઓ માટે મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફાયદો થાય છે. આવા લોકોએ ભગવાન શિવને મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ. પ્રસાદ તરીકે ભોલેનાથને શેરડી અર્પણ કરો

જે લોકો અવારનવાર બીમાર રહે છે અથવા જેમના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવે છે, તેઓએ મહા શિવરાત્રીનો લાભ લેવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોલેનાથ કાલના પણ કાલ છે જેની સામે યમ પણ હાથ જોડીને ઉભા રહે છે. તેથી, મહાશિવરાત્રિના દિવસે સ્વાસ્થ્ય માટે જળમાં દુર્વા ઉમેરીને જળ ચઢાવવું જોઈએ. શક્ય તેટલું મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો

લગ્ન માટેનો શ્રેષ્ઠ મંત્ર છે "ઓમ પાર્વતીપતયે નમ:". આ મંત્રનો જાપ કરવાથી ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીનો આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

જે દંપતી યોગ્ય બાળકની ઇચ્છા રાખે છે તેઓએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને દૂધથી અભિષેક કરવો જોઈએ. શિવની સાથે માં પાર્વતી અને ગણેશ અને કાર્તિકની ઉપાસનાથી પણ બાળ સુખના યોગ મજબૂત બને છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS