સવારે ખાલી પેટ તાંબામાં રાખેલ પાણી પીવાના છે અનેક ફાયદા 

  • March 09, 2021 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આયુર્વેદ જણાવે છે કે તાંબાનું પાણી શરીરના ઘણા દોષોને શાંત કરે છે. તેમજ આ પાણીથી શરીરના ઝેરી તત્વોને દૂર કરી શકાય છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણી તામ્રજ્લ તરીકે ઓળખાય છે. તાંબાનાં વાસણમાં રાખેલું પાણી સંપૂર્ણ શુદ્ધ માનવામાં આવે છે. તે તમામ પ્રકારના બેક્ટેરિયાને મારી નાખે છે. પાણીને તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક સુધી રાખવું જોઈએ.

તાંબામાં રાખેલા પાણી પીવાના ફાયદા 
- તે ઝાડા, કમળો, મરડો જેવા રોગો સામે લડવામાં ખૂબ મદદગાર છે. 
- પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી અને કબજિયાતથી ગ્રસ્ત વ્યક્તિ ખૂબ જ ઝડપથી આ સમસ્યાથી છૂટકારો મેળવે છે, સાથે સાથે આ પાણી પીવાથી ક્યારેય કોઈ સમસ્યા થતી નથી. 
- તાંબામાં સંગ્રહિત પાણી પીવાથી કેન્સર સામે લડવાની ક્ષમતા વધે છે કારણ કે તેમાં કેન્સર વિરોધી તત્વો હોય છે. 
-જો શરીરના જખમો આંતરિક કે બાહ્ય હોય તો તે ઝડપથી મટાડવામાં મદદરૂપ થવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
-તાંબુ શુદ્ધિકરણનું કામ કરે છે. તે પાણીની અશુદ્ધિઓને દૂર કરે છે.
- આ પીવાથી પેટની આંતરડાની ગંદકી સાફ થઈ જાય છે. આંતરડાની ગંદકીને સાફ કરવાથી આખા શરીર પર સારી અસર પડે છે.
- લોહી શુદ્ધિકરણનું પણ કામ કરે છે.
- કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. 
- શરીરની આંતરિક સફાઈ માટે અસરકારક છે.
 -આ સિવાય તે લીવર અને કિડનીને સ્વસ્થ રાખે છે.
-તાંબાનાં વાસણમાં રાખેલું પાણી કોઈપણ પ્રકારના ચેપનો સામનો કરવામાં ફાયદાકારક છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS