ડ્રગ્સ કનેકશન : આખરે દીપિકાએ ડ્રગ્સ ચેટ વિશેના રાઝ ખોલ્યા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીપિકા પાદુકોણની એનસીબી સાથે થયેલ વાતચીતને લઈને અનેક ખુલાસા થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ ડ્રગ્સ ચેટ બાબતે તેના ફેન્સ જવાબની આશા રાખીને બેઠી છે. એનસીબી આ આધારે જ દીપિકાને સકંજામાં લઈ શકે છે. શનિવારે જ્યારે દીપિકા એનસીબીની ઓફિસ પહોચી તો તે બાબતે દીપિકાને વર્ષ 2017ની ચેટ વિશે સવાલ પુછવામાં આવ્યા હતા.

 

એનસીબીના અધિકારીઓએ દીપિકાને પુછ્યુ હતુ કે માલ હે ક્યા?નો મતલબ શું હતો? ત્યારે દીપિકાએ જવાબ આપતા કહ્યું હતું કે, ‘હા તેને પુછ્યું હતું કે શું માલ છે? પરંતુ આ માલ એ નથી જે તમે સમજી રહ્યા છો. અમે માલ સિગરેટને પણ કહિએ છીએ. માલ સિગરેટ માટે અમારો કોડવર્ડ છે.’

 

એક હિન્દી ચેનલના જનાવ્યા અનુસાર એનસીબીએ દીપિકાને ચેટના આધારે જ પુછી લીધું હતું કે હૈશ શું છે? તે પણ તારી ચેટનો હિસ્સો છે. દીપિકાએ તેનો જવાબ પણ બેબાકાઇથી આપ્યો હતો કે અમે માલ સિગરેટને કહિએ છીએ. જ્યારે હૈશ અને વીડ ટાઈપ ઓફ સિગરેટને. એટલેકે અલગ અલગ બ્રાન્ડની સિગરેટને. દીપિકાએ કહ્યું હતું કે અમે સિગરેટ પીએ છીએ પરંતુ ડ્રગ્સ નથી લેતા. જે તમે સમજી રહ્યાં છો. પોતાની વાતને સાચી સાબિત કરવા દીપિકા એ દલીલ કરી હતી કે ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં વાતચીત દરમિયાન અમે ઘણી વાતો કોડમાં જ કરીએ છીએ. તેનો મતલબ એ નથી કે અમે ડ્રગ્સની વાતચીત કરીએ છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS