રાજુલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માટે ઉત્સાહપૂર્ણ ૪૪થી ૬૯ ટકા મતદાન

  • March 01, 2021 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રવિવારે તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુલા વિધાનસભા વિસ્તારના તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા.રાજુલા જિલ્લા પંચાયત - ભેરાઇ -  ૬૨.૭૨ કોટડી - ૫૩.૭૫ ચાંચ - ૫૦.૭૪,ડુંગર - ૫૫.૮૫.
રાજુલા તાલુકા પંચાયત ૧)ધુડિયા આગરીયા - ૫૫.૮૧ (૨)બાબરીયાધાર - ૬૫.૭૬ (૩)બર્બતાણા -૪૪.૩૭ (૪) બારપટોળી - ૬૧.૬૬ (૫) ભેરાઈ - ૬૧.૬૦ (૬)ચાંચ -૪૬.૦૨ (૭)ધારેશ્વર -૬૦.૩૩ (૮)ડુંગર - ૫૩.૦૦ (૯)કડીયાળી - ૬૨.૪૨ (૧૦)કાતર - ૪૩.૭૨ (૧૧)ખેરા-૩૫.૯૩ (૧૨)કોટડી-૪૮.૨૫ (૧૩)કોવાયા-૬૯.૭૫  (૧૪)માંદળ - ૫૨.૬૬ (૧૫)મોરંગી- ૪૬.૯૯ (૧૬)રિંગળીયાલા મોટા -૫૮.૭૯ (૧૭)સમઢીયાળા- ૫૪.૭૮ (૧૮)વડલી - ૬૦.૮૫.(૧૯)વાવેરા-૬૪.૮૧ (૨૦) વિસળિયા-૬૯.૪૮.


સમાવેશ રાજુલા તાલુકાની ૨૦ તાલુકા પંચાયત અને ૪ જિલ્લા પંચાયતનું આજે મતદાન થયું હતું દરેક મતદાન મથક પર સેનેટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી અને થર્મોમીટરથી તાપમાન તપાસ કરીને મતદાર દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું અને સવારે ઓછા મતદારો જોવા મળ્યા હતા પણ સમય જતા મધ્યમાં વધારો જોવા મળ્યો હતો સિનિયર સીટીઝન અને દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા હતા અને રાજુલાના મુખ્ય પક્ષો દ્વારા ભાજપ અને કોંગ્રેસ અને આપના ઉમેદવારો એ પોત પોતાની જીતના દાવા પણ કર્યા હતા.દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS