ખેડૂત આંદોલને ફરી જોર પકડ્યુ,ચંડીગઢમાં 7 કિલોમીટર સુધી ઘૂસ્યા હજારો ખેડૂતો

  • June 26, 2021 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક મહિનાથી જે ખેડૂત આંદોલન શાંત પડ્યુ હતુ તે આજે ફરી જોર પકડ્યુ છે...ચંડીગઢમાં 7 કિલોમીટર સુધી પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો ઘૂસ્યા હતા...સમગ્ર પંજાબથી હજારો ખેડૂતો મોહાલીના રસ્તે ચંડીગઢ પહોંચ્યા હતા...જ્યારે હરિયાણા ખેડૂતો પંચકૂલાના રસ્તેથી ચંડીગઢમાં પ્રવેશ કર્યો હતો...અને ત્યાર બાદ આંદોલનની ફરી શરૂઆત થઈ હતી...આંદોલન કરતા ખેડૂતો ચંડીગઢના લગભગ 6થી 7 કિલોમીટર અંદર ઘૂસી ગયા હતા...જોકે રાજભવનની પાસે પોલીસે તેમને રોકી દીધા હતા...

ખેડૂતોએ ગવર્નરના નામનું મેમોરેન્ડમ ડીસીને આપ્યું અને ત્યાંથી પરત ફરી ગયા હતા...ખેડૂતોના સંયુક્ત મોરચાએ કહ્યું હતું કે તેમની કૂચ શાંતિપૂર્ણ રહેશે...પરંતુ અનેક જગ્યાએ ખેડૂતોએ બેરિકેડ્સ તોડ્યાં...ત્યારે આ ખેડૂતોને રોકવા પોલીસે તેમના પર વોટર કેનનનો મારો કર્યો...આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા હતા...અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS