શ્રદ્ધા કપૂર-રોહન શ્રેષ્ઠના લગ્ન અંગે પિતા રાકેશે તોડ્યું મૌન

  • March 04, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેના વ્યાવસાયિક જીવન કરતાં તેના અંગત જીવન વિશે વધુ ચર્ચામાં છે. સમાચારો અનુસાર શ્રદ્ધા રોહન શ્રેષ્ઠને ડેટ કરી રહી છે. જોકે આ અંગે બંનેએ ક્યારેય ખુલ્લેઆમ વાત કરી નથી, પરંતુ ઘણી વાર શ્રદ્ધા કપૂર રોહન શ્રેષ્ટ સાથે જોવા મળી છે. તે જ સમયે, રોહન શ્રેષ્ઠ સાથે તેના લગ્નના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, આ વખતે રોહન શ્રેષ્ટના પિતા રાકેશ શ્રેષ્ઠનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે તેમના પુત્ર રોહન શ્રેષ્ઠનાં લગ્ન અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. 

રોહન શ્રેષ્ટના પિતા રાકેશ શ્રેષ્ઠ એ એક સવાલના જવાબમાં કહ્યું કે શ્રદ્ધા-રોહન જુના મિત્રો છે. આ બંને કોલેજના દિવસોથી જ એકબીજાની સાથે હતા. શ્રદ્ધા સિવાય જુહુમાં મારા પુત્રના બીજા પણ ઘણા કોમન મિત્રો છે. શ્રદ્ધાના પણ ઘણા મિત્રો છે. બંને તેમની પ્રોફેશનલ લાઇફમાં સારુ પ્રદર્શન કરી રહ્યા છે. જો આવી વસ્તુ હોત, તો હું ચોક્કસપણે તેના વિશે જાણતો હોત. 

તેમના લગ્નને લગતા સવાલના જવાબ આપતાં રાકેશએ કહ્યું કે જો બંને એક બીજાને પસંદ કરે અને સાથે આવવાનું નક્કી કરે તો તે સારી વાત છે. જો મારી પસંદગીની વાત કરવામાં આવે તો મારે આ સંબંધ અંગે કોઈ વાંધો નથી. જો તે બંને લગ્ન કરવા માંગતા હોય તો હું ખુશીથી તેમના માટે બધું કરવા તૈયાર છું. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS