લાઠીના શાખપુર ગામ પાસે વાહને હડફેટે લેતાં પિતા-પુત્ર, પુત્રી સહિત ત્રણના મોત, પત્ની ગંભીર

  • March 03, 2021 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 લાઠીના પાંચ તલાવડા ગામે રહેતો અને વાડીમાં મજૂરી કામ કરતા  આદિવસી મજુર શખ્સ પોતાના બે બાળકો અને પત્ની સાથે બાઈક લઈને ગારીયાધારથી પાંચ તલાવડા આવી રહયો હતો ત્યારે શાખપુર ગામ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લઇ લેતા પિતા,તેમજ બે બાળકો પુત્ર પુત્રી સહીત ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે પત્નીને ગંભીર હાલતમાં સારવારમાં ખસડેલ હતી...  


   પ્રાપ્ત માહિતી અનુસાર લાઠી તાલુકાના પાંચ તલાવડા ગામે રહેતા પંકજભાઈ લાડિયા ની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતા રેલસીંગભાઇ ચીકુભાઇ કિંકરીયા ઉવ-૨૮ ના ગત તા.૨૮/૨ ના રોજ રાત્રીના પોતાનું બાઈક લઈને ગારીયાધારથી પાંચ તલાવડા ગામે આવવા નીકળેલ હતા જેમાં બાઈક  પાછળ તેમના પત્ની ગુડીબેન તેમજ પુત્ર શિવમ અને પુત્રી ભાગુ ને બેસાડી નિકેલળ હતા. દરમ્યાન રાત્રીના સાડા આઠેક વાગ્યે શાખપુર ગામે હનુમાન મઢી પાસે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે રેલસીંગભાઈના બાઇકને અડફેટે લઇ લેતા બાઈક સાથે ચારેય જણા ફંગોળાઈ જતા બાઈક ચલાવી રહેલ રેલસિંઘભાઈ ઉવ-૩૦ તેમજ પુત્ર શિવમ ઉવ-૪ અને પુત્રી ભાગુ ઉવ-૨ ના ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જયારે રેલસીંગભાઈની પત્ની ગુડીબેનને ગંભીર ઇજા થવાથી પ્રથમ દામનગર અને ત્યાંથી ભાવનગર ખાતે સારવારમાં ખસડેલ હતા એકી સાથે ત્રણના મોતથી આદિવસી પરિવારમાં માતમ છવાઈ ગયેલ હતો બનાવ અંગે દામનગર પોલીસમાં રેલસીંગભાઈના સાળા રાજેશભાઈ માનસિંગભાઈ ડામોર એ અજણયા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS