લોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર

  • April 20, 2021 07:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસના કારણે દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયેલો છે. ત્યારે વધુ એક વખત પ્રવાસી મજૂરો રોડ ઉપર આવવા મજબૂર બન્યા છે. અનેક રાજ્યોમાં કોરાનાનું પ્રમાણ વધારે છે અને બેડ તેમજ ઓક્સિજનની અછત સર્જાઈ છે. ત્યારે કેટલા રાજ્યો લોકડાઊન કરી રહ્યા છે. 2021 નું આ લોકડાઉન જેમાં હજારો-લાખો મજૂરો ફરીથી રોડ ઉપર આવવા અને ચાલવા માટે મજબૂર બની ગયા છે.

 

 

દિલ્હી હોય રાજસ્થાન હોય ગુજરાત કે પછી મહારાષ્ટ્ર તમામ સ્થળેથી એક જ તસવીર સામે આવી રહી છે. જેમાં હજારો સંખ્યાના મજૂરો ફરીથી પોતાના ઘરે જવા માટે ઉતાવળા બની ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કારણે એક સપ્તાહનું લોકડાઊન લગાવવામાં આવ્યું છે. સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા લોકડાઊનની જાહેરાત સાથે જ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ઉપર પ્રવાસીઓની ભીડ એકઠી થઈ હતી. બપોરથી લઇને રાત સુધી સતત પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા હતા. મજૂરોની એક જ ફરિયાદ છે કે એ તો ગત વર્ષના લોકડાઊન બાદ માંડ અમે કામ શરૂ થયું હતું, ત્યાં ફરીથી આ મહામારી અને લોકડાઊન  જેના કારણે પાછું એક વખત ઘરે જવું પડશે. નોંધનીય છે કે કેમ અરવિંદ કેજરીવાલે લોકડાઊનની જાહેરાત સાથે જ મજૂરોને અપીલ કરી હતી કે તેઓ ઘરે ના જાય. આ માત્ર એક નાનું લોકડાઊન છે.

 

 

જ્યારે બીજી તરફ રાજસ્થાન પંદર દિવસના લોકડાઊન ની જાહેરાત કરવામાં આવી છે. ત્યાંથી પણ મજૂરો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ગુજરાતમાં લોકડાઊન  નથી પરંતુ ગુજરાતમાં પણ મજૂરો પોતાના વતન પાછા ફરતા જોવામાં મળ્યા છે. મહારાષ્ટ્રમાંથી પણ સતત મજૂરો પોતાના ઘરે જઈ રહ્યા છે. વર્ષ 2020 જેવી સ્થિતિ સર્જાઇ રહી છે અને સામાન્ય માણસ વધુ એકવાર રોડ ઉપર આવી ચૂક્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS