કોરોનાથી ડરોના રૂટિન ચેકઅપ અને અન્ય રોગોની સારવાર લેતાં ડરે છે લોકો : કોરોના ફોબિયાથી ગુમાવી રહ્યા છે જીવ

  • December 26, 2020 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક સ્તરે કોરોના મહામારીનો કહેર વધુ વર્તાઇ રહ્યો છે. દુનિયાભરમાં કોરોનાવાયરસના હાલ સુધીમાં 7.98 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે સતત 17.51 લાખ લોકોથી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. લોકોમાં કોરોનાનો ડર ફેલાઈ રહ્યો છે કે હવે અન્ય રોગની સારવાર માટે અથવા તો રૂટીન ચેક-અપ માટે પણ ડોક્ટર પાસે હોસ્પિટલમાં જતા ડરે છે.

 

હોસ્પિટલમાં સારવાર લઈ લેવાનું ટાળવાના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. અને હાર્ટએટેકથી મૃત્યુ દર પણ વધી રહ્યો છે. કોઈ એક રાજ્યની જ વાત નથી પરંતુ દેશભરમાં અને વિશ્વભરના લોકોમા આ કોરોનાનો ડર એવો છવાયો છે. લોકો અવનવી માનસિક બીમારીનો ભોગ બન્યા છે.

 

ઘરે જ સારવાર કરવી ડોક્ટર પાસે જવું નહીં એક જ માનસિકતાથી લોકો પીડાઇ રહ્યા છે અને પરિણામે ગંભીર બીમારીને મોટું સ્વરૂપ આપી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ પણ છેલ્લા કેટલાક સમયમાં વધારે નોંધાયા છે, પરંતુ તેમાંથી 90 ટકા કિસ્સાઓમાં કોરોના ડરના કારણે લોકો ફોલોઅપ માટે ડોક્ટર પાસે જતા જ નથી. એક અંદાજ અનુસાર હાર્ટ એટેકથી અચાનક થતાં મૃત્યુમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો છે, જેનું કારણ છે કોરોના.

 

કોરોના લોકોના તન સાથે સાથે હવે મન પર હાવી થઈ રહ્યો છે અને લોકો ડૉક્ટરને પૂછ્યા વગર જ ખોટી દવાનું સેવન વધુ કરતા થયા છે. જે તેના શરીર માટે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. નાની-મોટી બીમારીની દવા હોસ્પિટલની બદલે કોઈ સારા નિષ્ણાંતની બદલે મેડિકલ માંથી જ લઈ લેવી અથવા તો ઘરગથ્થુ ઉપચાર કરીને તે રોગનો નાશ કરવો આવી માનસિકતા તરફ લોકો વધુ વડતા જાય છે. અને હેરાનગતિ પામે છે.

 

નામ નહીં આપવાની શરતે એક ડોક્ટરે જણાવ્યું હતું કે જે પણ હોસ્પિટલમાં એવો પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે કે, દર્દીની સારવાર કરતા પહેલાં તેનો કોરોના ટેસ્ટ કરશું અને તે કોરોના પોઝીટીવ છે કે નેગેટિવ છે તેનું લેબલ દર્દીને લગાવીને આગળ તેની તપાસ કરવામાં આવશે. જે દર્દી કોરોના ટેસ્ટ નહીં કરાવે તેની સારવાર કરવામાં આવશે નહીં આથી. લોકો આવી હોસ્પિટલ અને ડોક્ટર પાસે જ જવાનું ટાળે છે અને પરિણામે હાર્ટ એટેક અને સાઇલેન્ટ એટેક સૌથી વધુ ભોગ બને છે. જે અત્યંત હાનિકારક છે. આથી કોરોનાથી ડરોના અને ટેસ્ટ કરાવો. અન્ય રોગોની સસમયસર સારવાર લો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS