દ્વારકા જિલ્લાની તાલુકા પંચાયતોમાં ભાજપ- કોંગ્રેસની ફિફ્ટી- ફિફ્ટી

  • March 03, 2021 11:15 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન બરકરાર રહ્યું છે. અગાઉ એક બેઠક બિનહરીફ થયા બાદ 23 બેઠકની યોજાઇ ગયેલી ચૂંટણીના મતદાનમાં ભાજપને 12 મળી કુલ 13 તથા કોંગ્રેસને 9 અને આમ આદમી પાર્ટીને એક બેઠક સાંપડી છે. જ્યારે એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા થયા છે.

આ જ રીતે દ્વારકા તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપે ચાર બેઠક બિનહરીફ મેળવ્યા બાદ આજની મતગણતરીમાં વધુ 10 બેઠક સાથે કુલ 14 બેઠક જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. કુલ 16 પૈકી 1 બેઠક અપક્ષએ પણ હાંસલ કરી છે. જિલ્લાની 24 બેઠક ધરાવતી કલ્યાણપુર તાલુકા પંચાયત આ વખતે કોંગ્રેસે સેરવી લીધી છે. આજરોજ યોજાયેલી મતગણતરીમાં 13 બેઠક સાથે કોંગ્રેસ અને 11 બેઠકોમાં ભાજપ વિજેતા બન્યું છે.

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયત ઉપરાંત ખંભાળિયા તથા દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો રહ્યો છે. ત્યારે ભાણવડ તથા કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસને ફાળે ગઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS