શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર કનૈયા ચોક પાસે હંસરાજનગરમાં રાત્રીના મકાનમાં ગેસનો બાટલો ફાટતા બ્લાસ્ટ ધડાકો થતા પરિવારના પાંચ સભ્યો દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તમામની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૂળ યુપીના બન્યા જિલ્લાનું વતની આ પરિવાર અહીં ભાડાના મકાનમાં રહેતો હતો. ગઈકાલ રાત્રીના રસોઈ કરવા માટે ગેસ ચાલુ કરતા જ બ્લાસ્ટ થયો થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે, ઘરની ઓરડી ઉપર રહેલા પતરા ઉડી ગયા હતા તેમજ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે હંસરાજનગરમાં ભાડાની ઓરડીમાં રહેતા મૂળ યુપીના બલિયા જિલ્લાના વતની સતંદર ટેકબહાદુર ચૌહાણ (ઉ.વ.26), રીમા નિતેશભાઇ પનોજિયા (ઉ.વ.23), વિશાલ જયપ્રકાશ ચૌહાણ (ઉ.વ. 23), પરવેઝ જયપ્રકાશ ચૌહાણ (ઉ.વ. 26), શિવમ વિનયકુમાર ચૌહાણ (ઉ.વ. 23) રાત્રીના ઘરે ઓરડીમાં હતા. દરમિયાન સાડા આઠ વાગ્યા આસપાસ અહીં ઓરડીમાં ગેસનો બાટલો ફાટતા બ્લાસ્ટ થયો હતો. જેથી ઉઠી હતી અને તેમાં આ વાંચીને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, પરવેઝ અને વિશાલ બંને સગા ભાઈઓ છે અને કોઠારીયા રોડ ઉપર ભાડાની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય પરિવારમાં રાત્રીના સમયે શિવમ વિનયકુમાર ચૌહાણ રસોઈ બનાવવા માટે ગેસનો બાટલો ચાલુ કરતા બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં ગેસનો બાટલો લીકેજ થવાના લીધે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.
હંસરાજનગરમાં રાત્રીના ઓરડીમાં ગેસનો બાટલો ફાટતાં અહીં ઓરડીના પતરા કાગળની જેમ ઉડી ગયા હતા. એટલું જ નહીં સમગ્ર વિસ્તારમાં લોકો ફફડી ઉઠ્યા હતા બ્લાસ્ટ બાદ ઘરમાં લાગેલી આગમાં દાઝી ગયેલા પાંચેયની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ગેસ સિલિન્ડરની ગુણવત્તા અને કનેક્શનની તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે.