જો તમે નખના પીળા રંગથી છૂટકારો મેળવવા માંગો છો તો અત્યારે જ અપનાવો આ ટીપ્સ

  • February 27, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુંદર અને સ્વચ્છ નખ તમારી સુંદરતાને વધારવાનું કામ કરે છે. પરંતુ ઘણી વાર, હાથથી વારંવાર ખાવાથી અને પોષક તત્ત્વોના અભાવને કારણે નખ પીળા દેખાય છે. આ સિવાય, સસ્તી નેઇલ પેઇન્ટનો ઉપયોગ કરવો અથવા લાંબા સમય સુધી તમારા નખમાંથી નેઇલ પેઇન્ટ ન કરવું પણ તમારા નખને પીળા કરી શકે છે. જો તમારે પાર્લરમાં જવું નથી અને હાથ તથા નખની સાળસંભાળની ખર્ચાળ સારવાર લેવી ન હોય, તો અમે તમને ઘરેલુ કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે પીળા નખથી છૂટકારો મેળવી શકો છો.

લીંબુ
લીંબુ એક કુદરતી બ્લીચિંગ એજન્ટ છે, જે નખને ચમકદાર બનાવી શકે છે. આ માટે, તમારે લીંબુમાં અડધો ચમચી બેકિંગ સોડા ઉમેરવા પડશે. આ બે વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને બ્રશની મદદથી તમારા નખ પર લગાવો. તેને લગભગ 10 મિનિટ માટે રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો.

સફેદ વિનેગર 
આ માટે વાટકીમાં એક ચમચી સફેદ વિનેગર અને એક કપ નવશેકું પાણી મિક્સ કરો. આ પછી, 10 મિનિટ માટે નવશેકું પાણીમાં હાથ પલાળી રાખો અને પછી તેને પાણીથી ધોઈ લો. નખને કપડાથી સાફ કરો.

ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટ તમારા દાંતને સફેદ રાખવા તેમજ નખને સાફ રાખવામાં મદદ કરે છે. આ માટે તમારે નખ પર ટૂથપેસ્ટ લગાવવી પડશે અને બંને હાથનાં નખ એકબીજાની સામે ઘસવા પડશે. લગભગ 5 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

ઓલિવ તેલ
ઓલિવ તેલ ત્વચાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ સિવાય તે નખ માટે પણ સારું છે. સૂતા પહેલા દરરોજ રાત્રે નખ અને આંગળીઓ પર ઓલિવ તેલ લગાવો. આ તમારા નખને ચળકતી રાખશે. આ સાથે, જરૂરી પોષણ પણ આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS