આજકાલ કેમ્પેઈન : બ્રેસ્ટ કેન્સર ઉથલો ન મારે એ માટે જરૂરી છે ફોલોઅપ

  • October 30, 2020 11:36 AM 132 views

બ્રેસ્ટ કેન્સર એટલે શું એ સવાલથી શરૂ કરીને આજે બ્રેસ્ટ કેન્સરના ફોલોઅપ સુધીની બધી જ માહિતી આજકાલ ગ્રુપે તેના વાંચકો સુધી પહોંચાડી છે. આ કેમ્પેઈન લોકોને ડરાવવા માટે નહીં પરંતુ જાગૃત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. બ્રેસ્ટ કેન્સરનો વધતો ગ્રાફ વાસ્ત્વમાં ચિંતાજનક છે ત્યારે સરકાર અને જનતા સાથે મળીને બ્રેસ્ટ કેન્સરના વધતા જતાં પ્રમાણને કંટ્રોલ કરે એ જરૂરી છે. છેલ્લા 14 દિવસથી આપણે બ્રેસ્ટકેન્સરના વિવિધ  પાસાઓ વિશે જાણ્યું, ડૉક્ટરના અને કેન્સર સર્વાઇવર્સના અનુભવ વિશે માહિતી મેળકી ત્યારે હવે સૌથી મહત્વની વાત છે ફોલોઅપ.

 

ફોલોઅપ કોઈ પણ બાબતનું હંમેશા મહત્વનું જ હોય છે. તેનાથી આપણે સાવધાન પણ રહી શકીએ છીએ અને સાચો નિર્ણય લેવામાં મદદ મળે છે. આ બાબત બ્રેસ્ટ કેન્સરના દર્દીને સૌથી વધુ લાગુ પડે છે કારણકે બ્રેસ્ટ કેન્સરના દર્દીને લાંબો સમય કેટલીક દવાઓ લેવી પડે છે. બ્રેસ્ટ કેન્સર ઉથલો મારવાના જોખમ ખૂબ વધુ હોય છે. એક બ્રેસ્ટમાં થયું એવા દર્દીને બીજા બ્રેસ્ટમાં કેન્સર થવાની શક્યતા વધુ હોય છે આથી તેની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. બ્રેસ્ટ કેન્સર એક વાર થયુ હોય તેવા દર્દીઓએ બ્રેસ્ટની માસિક જાત તપાસ નિયમિત કરવી જ જોઈએ. બ્રેસ્ટની મેમોગ્રાફી દર વર્ષે કરાવવી જ જોઈએ. જો વારંવાર દુખાવો થતો હોય તો તરત જ લોહીનું પરિક્ષણ, સોનોગ્રાફી અથવા સોનોમેમોગ્રાફી કરાવવી જોઈએ.

 

કેટલાક નિષ્ણાંતો વાર્ષિક ધોરણે છાતીના એક્સા-રે લેવાની ભલામણ કરે છે. અનેક વખત એ બાબતનો અભ્યાસ થયો છે અને એ બહુ જ સ્પષ્ટ છે કે (ટ્યુમર માર્ક્સ સહિત) વારંવારના સ્કેન અને રક્ત પરીક્ષણો કંઈ એવા વહેલા નિદાન તરફ દોરી જતા નથી જેથી દર્દીને ખાસ મોટો લાભ થાય. ખરેખર તો મોટા ભાગે એના કારણે ખોટા સંકેતો મળે છે. જેથી લોકો બીનજરૂરી બાયોપ્સી અથવા આગળનાં પરિક્ષણો અને ચિંતા વ્યગ્રતા તરફ દોરાઈ છે. આવું અનેક દર્દીઓ જોવા મળે છે. ડૉક્ટરો દ્વારા દર્દીઓને એક ફોલોઅપ ચાર્ટ આપવામાં આવે છે અને તેમાં ક્લિયર લખેલું હોય છે કે બોન સ્કેન, ટ્યુમર માર્ક્સ, અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કેન અને પીઈટી સ્કેનની ભલામણ કરવામાં આવતી નથી. પરંતુ દર્દીએ નિયમિત જાત પરિક્ષણ કરવું જોઈએ અને તેમાં કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક કેન્સર નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.

 

જેને એક વાર બ્રેસ્ટ કેન્સર થયું હોય તેમને તેમની લાઇફસ્ટાઈલમાં બદલાવ લાવવો જોઈએ. હેલ્ધી ડાયટ લેવું અનિવાર્ય છે. ડાયટથી જ કેન્સર થાય છે એવું નથી પરંતુ ડાયટથી કેન્સરની ગ્રો થવાની કેપેસિટિમાં ચોક્કસપણે અસર જોવા મળે છે. સાથે સાથે બ્રેસ્ટ કેન્સર પેશન્ટને હાથમાં ખાલી ચડવાની અને દુ:ખાવો થવાની ફરિયાદ કરે છે આથી હાથની ચોક્કસ કસરતો કરવી જ જોઈએ અને નિયમિત રીતે નિષ્ણાંતની સલાહ અનુસાર આ કસરતોમાં બદલાવ લાવવો જરૂરી છે. થોડી તકેદારી, વહેલા નિદાન અને નિયમિત ફોલોઅપથી બ્રેસ્ટ કેન્સરને હંમેશા માટે બાય બાય કહી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application