ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની જગન્નાથની રથયાત્રા નીકળશે આવી રીતે...

  • July 12, 2021 12:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. ત્યારે આવતીકાલે શહેરના આ 8 વિસ્તારોમાં કર્ફ્યૂ રહેશે.શહેરના ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. સાથે જ લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવામાં પોલીસતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ વર્ષે શહેરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે...કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ તેમજ તંત્ર સતર્ક છે...12 જૂલાઈ સવારથી પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે અને શહેરીજનો અને રથયાત્રામાં જોડાનાર સંતો મંહતોની પણ સુરક્ષા કરશે...

રથયાત્રામાં માત્ર 3 રથ સાથે 120 ખલાસીઓને મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે 144 મી રથયાત્રામાં ટેબ્લો,અખાડા,ગજરાજ, જોવા નહીં મળે...રથયાત્રા સવારે 7 વાગે જમાલપુર મંદિરથી પ્રસ્થાન કરી 12 વાગે નીજ મંદિર પરત ફરશે...તેમજ આ વર્ષે રથ એક પણ જગ્યા પર રોકવામાં નહીં આવે 

 

રથયાત્રામાં જોડાનાર 139 લોકોના કરાયા કોરોના ટેસ્ટ


રથયાત્રમાં જોડાવનાર તમામ ખલાસીઓના કોરોના ટેસ્ટ કરી લેવામમાં આવ્યા છે...રથયાત્રામાં જોડાનાર 120 ખલાસી અને 19 મંદિરના સાધુ-સંતોના ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે...જે તમામ 139 લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે...

 

જગન્નાથજીની રથયાત્રાના 21 કિમીના રૂટ પર લોખંડી બંદોબસ્ત


શહેરમાં 21 કિ.મીના રૂટ પર ભગવાન જગન્નાથ રથ ઉપર બિરાજમાન થઈને નગરચાર્યાએ નીકળશે એવામાં એવામાં શહેરની સુરક્ષામાં કોઈ ખોટ રહી ન જાય તે માટે રથયાત્રા પૂર્વ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું તેમજ સુરક્ષાના ભાગ રૂપે પોલીસ જવાનોએ રિહર્સલ પણ કર્યું હતુ. આમ શહેરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરક્ષાના ભાગ રૂપે શહેરમાં 42 DCP કક્ષાના અધિકારી, 74 ACP અધિકારીઓ, 230 PI પોલીસ અધિકારીઓ સહિત 607 PSI તૈનાત રહેશે.

 

આ વર્ષે લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા

 

આ સિવાય પણ રથયાત્રામાં 11,800 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ ખડે પગે સુરક્ષામાં તૈનાત રહેવાના છે. સાથે જ શહેરની સુરક્ષામાં 34 SRP કંપની અને CAPF 9 કંપનીઓને પણ સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યા છે તેમજ સાથે ચેતક કમાન્ડોની 1 ટીમ તૈયાર રાખવામાં આવી છે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા માટે 5900 હોમગાર્ડ જવાનો, બૉમ્બ સ્કોડની 13 ટીમ અને QRTની 15 ટીમને ખડેપગે રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. 

 

રથયાત્રાના રૂટ પર 94થી વધુ CCTV કેમેરા નિરીક્ષણ કરાશે

 

રથયાત્રાના રૂટ પર આવતા 8 પોલીસ સ્ટેશનના હદમાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો છે તેમજ કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવનાર છે ભગવાન જગન્નાથની  રથયાત્રા નીકળશે તે દરમિયાન 15 જેટલા ડ્રોનથી હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવશે સાથે ધાબા પોઇન્ટ આપી દૂરબીનથી બાજ નજર પણ રાખવામાં આવશે એટલું જ નહીં 94 થી વધુ CCTV કેમેરાથી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે તે માટે પોલીસ ચોકીમાં કે તંબું બાંધીને મોનિટરિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS