કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર બે દિવસીય જ્યોર્જિયાના પ્રવાસે

  • July 09, 2021 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના પ્રવાસે ગયેલ કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ જયશંકરે રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય આર્થિક સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે કોરોનાની બીજી લહેર દરમ્યાન મળેલી રશિયાની સહાયતાની પ્રશંસા કરી હતી.

રશિયાના પ્રવાસે ગયેલ કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરે રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય આર્થિક સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે કોરોના ની બીજી લહેર દરમ્યાન મળેલી રશિયાની સહાયતાની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર આજથી જ્યોર્જિયાની બે દિવસીય યાત્રા કરશે. તેઓ જ્યોર્જિયાના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ડેવિડ ઝાલકાલિયાનીના નિમંત્રણ પર ત્યાં જશે. કોઇ ભારતીય વિદેશમંત્રીની સ્વતંત્ર જ્યોર્જિયાની આ પ્રથમ યાત્રા હશે. ડૉ.એસ જયશંકર જ્યોર્જિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ અને ક્ષેત્રિય અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ તિવિલ્સીમા મહાત્મા ગાંધીની નવી પ્રતિમાનુ અનાવરણ કરશે. વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરની યાત્રાથી બન્ને દેશોના સંબંધો મજબૂત થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS