પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે લખ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર : વધતા કોરોના સંક્રમણ સામે લડવા માટે આપી રણનીતિ

  • April 19, 2021 03:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરાનાના સંકટ વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રના માધ્યમથી સરકારને કોરોના સામે લડવા માટે કેવા પગલા ભરવા તેનું સુચન કરવામાં આવ્યું છે.

 

 

મનમોહનસિંહે કહ્યું છે કે વેક્સિનેશન ખૂબ જ ઝડપથી કરવામાં આવે. કારણ કે કોરોના સામે જંગ જીતવા માટે વેક્સિનેશનની મહત્વની ભૂમિકા છે. કેટલા લોકોને વેક્સિનેશન શું થઈ ચૂક્યું છે એ આંકડા ઉપર ફોકસ કરવાની બદલે કેટલા લોકોને વેક્સિનેશન બાકી છે તે નિશ્ચિત કરવામાં આવે અને બાકીનાને ઝડપથી વેક્સિન આપવામાં આવે. મનમોહન સિંહના આ પત્ર ઉપર પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ ટ્વિટ કર્યું છે.

 

 

વાસ્તવમાં સીડબલ્યુસીની બેઠકમાં ચર્ચા દરમિયાન મળેલા સૂચનો એકઠા કરીને તે તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા મોકલવામાં આવશે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પીએમ મોદીને વેક્સિનેશન ઝડપથી કરવા માટે સૂચન કર્યું છે. કોરોનાથી થઈ રહેલા નુકસાનની વાત કરતા અન્ય સૂચન પણ આપવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS