કોંગ્રેસના પૂર્વ યુવા પ્રદેશ પ્રમુખ નિખીલ સવાણી વિધિવત રીતે જોડાયા આમ આદમી પાર્ટીમાં

  • July 19, 2021 11:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના પૂર્વ યુવા પ્રદેશ પ્રમુખ નિખિલ સવાણી AAPમાં જોડાયા. કેટલાક દિવસોથી અટકળો ચાલતી હતી આજે વિધિવત રીતે યુવા નેતા નિખિલ સવાણી AAPમાં જોડાયા છે. AAP  નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં પાર્ટીનો ખેસ પહેરી વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા.

 

અમદાવાદ ખાતે નિખિલ સવાણીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે, તેમજ ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને મનોજભાઈ સહિતના નેતાઓએ ખેડૂતો, યુવાનો તેમજ શિક્ષણ માટે વિપક્ષમા ન હોવા છતાં વિપક્ષમાં બેસીને જે કામ પ્રજા માટે આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે તેનાથી પ્રેરાઈ આજે પાર્ટીમાં જોડાયો છું.

 

ઉલ્લેખનીય છે કે પહેલા નિખિલ સવાણી ભાજપમાં હતા. ત્યાર બાદ સુરતના ઉદ્યોગપતિ સાથે ઘરોબો ધરાવતા નિખિલ પક્ષપલટો કરીને કોંગ્રેસમાં આવી ગયા અને હાર્દિકની નજીક હોવાથી  તેને હોદ્દો પણ મળ્યો હતો. આ દરમિયાન તેને તેની પત્ની ડોનિકાને પણ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ અપાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS