જી.જી. હોસ્પીટલ પાર્ટ-2 નું બાંધકામ હવે ટુંક સમયમાં શરુ : સીટી સ્કેન મશીન ઝડપથી મળશે

  • July 28, 2021 10:22 AM 

ગઇકાલે જામનગરના પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારોએ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને સાથે રાખીને મુખ્યમંત્રી, અને ડે. મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી : આરોગ્ય મંત્રીએ આપી હૈયાધારણા

જામનગરની જી.જી. હોસ્પીટલમાં પ્રથમ ભાગમાં નવ માળનું આધુનિક બિલ્ડીંગ અને મેડીકલ કોલેજનું બિલ્ડીંગ પુર્ણ થઇ ચુકયું છે, આશરે ા. 700 કરોડના સમગ્ર પ્રોજેકટમાં પ્રથમ તબકકાનું કામ પુરુ થયા બાદ આગામી દિવસોમાં જી.જી. હોસ્પીટલના બિલ્ડીંગ બનાવવાનો બીજો તબકકો શરુ થઇ જશે અને જી.જી. હોસ્પીટલને તાત્કાલીક અસરથી સીટી સ્કીન મશીન ફાળવી દેવામાં આવશે, તેમ રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીન પટેલે જામનગરથી મહાપાલીકાના અધિકારીઓ, સંગઠન પાંખના પદાધિકારીઓ અને જામનગરના બંને મંત્રીઓને સાથે રાખીને લેવાયેલી શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યુ હતું.

આ અંગે સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીની અમોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સમક્ષ એવી રજુઆત કરાઇ હતી કે જામનગરની જી.જી. હોસ્પીટલના વિકાસ કામો પાર્ટ-2 ઝડપથી શરુ થાય તેમજ સીટી સ્કેન મશીન પણ ઝડપથી મળે તેવી અમારી માંગણી છે, ત્યારે આરોગ્ય મંત્રીએ આ અંગે હકારાત્મક જવાબ આપ્યો હતો.

ગઇકાલે બપોર બાદ રાજયના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટીના ચેરમેન મનિષ કટારીયા, નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોસરાણી, ભાજપના શહેર અઘ્યક્ષ ડો. વિમલ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા તેમજ અભેસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ મુખ્યમંત્રીને મળ્યા હતા, કોરોના બાદ જામનગર મહાપાલીકાના પદાધિકારીઓ મુખ્યમંત્રી વિજય રુપાણીને મળીને શુભેચ્છા મુલાકાત લીધી હતી, ત્યારબાદ રાજયના ઉપમુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીનભાઇ પટેલને પણ મળ્યા હતા, આ મુલાકાતમાં જામનગરની જી.જી. હોસ્પીટલના બીજા તબકકાનું કામ તાત્કાલીક શરુ કરવા રજુઆત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS