જીટીયુ અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું શિક્ષણમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

  • July 03, 2021 10:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે જીટીયુ અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ...શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ..ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે હંમેશા તૈયાર રહે છે....ત્યારે આ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર આજરોજ જીટીયુ ખાતે અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું...વધુમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ એઆઈસી દ્વારા કરવામાં આવેલ RT-PCR ટેસ્ટ પ્રવૃત્તિની નોંધ લઈને USAની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા સમાજસેવાના ઉપલક્ષે જીટીયુને ભેટ આપેલ RT-PCR મશીનનો પણ કોવિડ-19ના નિદાન માટે શુભારંભ કરવામાં આવ્યો હતો...આ કાર્યક્રમના અતિથિ વિશેષ અને ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના મુખ્ય સચિવ એસ. જે . હૈદર , જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS