ખંભાળિયાના સક્રિય રઘુવંશી યુવા કાર્યકરની મહાપરિષદ દ્વારા હાલારના રિજિયોનલ મંત્રી તરીકે વરણી

  • March 26, 2021 07:50 PM 

મહાજનના ટ્રસ્ટી રાકેશ પંચમતિયા જ્ઞાતિજનો દ્વારા આવકાર

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિના સક્રિય યુવા કાર્યકર અને લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી રાકેશભાઈ પંચમતિયાની રઘુવંશી જ્ઞાતિની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન-2ના હાલારના રિજિયોનલ મંત્રી તરીકેની નિમણુંક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા પંથકમાં તાજેતરમાં કોરોના મહામારી સહિતની આફત સમયે નોંધપાત્ર કામગીરી તેમજ રઘુવંશી જ્ઞાતિને લગતા વિવિધ સેવા કાર્યોમાં અગ્રેસર રહેલા રાકેશભાઈ પંચમતિયાની આ અવિરત સેવા પ્રવૃતિની નોંધ લઈ અને લોહાણા મહાપરિષદએ તેમને આ મહત્વની જવાબદારી સોંપી છે. તેમની આ વરણીને ખંભાળિયાના રઘુવંશી સમાજ દ્વારા આવકારી, હાર્દિક અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS