પોરબંદરમાં વાછરાડાડાના મંદિરમાં મૂર્તિ ઉપરથી ચાંદીનું છત્ર ચોરનાર સોનાનો વેપારી ઝડપાયો 

  • May 28, 2021 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં વાછરાડાડાના મંદિરમાં મૂર્તિ ઉપરથી વીસ હજાર પીયાના ચાંદીના છત્રની ચોરી થતાં સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ થઇ ગઇ છે અને છત્ર ચોરનાર સોનાનો વેપારી જ હોવાનુ બહાર આવ્યુ હતુ તથા તેણે આ છત્ર માત્ર સાત હજારમાં અન્ય સોનાના વેપારીને વહેચી નાખ્યા હોવાનુ કબુલ્યુ છે. 
મિલપરામાં રહેતા વેલજીભાઇ લાલજીભાઇ મકવાણાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે,  લોહાણા મહાજનવંડી સામે આવેલા ઝરવાવ પાસેના વાછરાડાડાના મંદિરે તેઓ સાફ-સફાઇ અને દર્શને જતા હતા. તા. રપ/પ ના સવારે 7:30 વાગ્યે મંદિરે ગયા ત્યારે વાછરાડાડાની મૂર્તિ ઉપર રાખવામાં આવેલું ર90 ગ્રામ વજનનું ચાંદીનું ર0 હજાર પિયાની કીંમતનું છત્ર જોવા મળ્યું નહતું આથી મંદિરના પુજારી બીપીનભાઇ કોટેચાને જાણ કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવતા તે મળી આવ્‌યું ન હતું આથી પોલીસને જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજની તપાસ કરતા આરોપી યુવાનની ઓળખ થઇ ગઇ હતી. 
મહીલા પી.એસ.આઇએ ગુન્હો કર્યો ડીટેકટ
પોરબંદરમાં ચોરીના આ બનાવમા0 મહીલા પી.એસ.આઇ જે.ડી.દેસાઇએ તાત્કાલીક તપાસ હાથ ધરી હતી. અને ગુન્હો ડીટેકટ કર્યો હતો જેમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતા દાગીના ચોરી રહેલ યુવાન ખાખચોકમાં ભગવાન સાઇકલવાળી ગલીમાં રહેતો મેહુલ કાનજી રાણીંગા હોવાનુ ખુલ્યુ હતું પોલીસે તેની પુછપરછ કરતા ભવાની જવેલર્સ નામની તેની દુકાન હોવાનુ જણાવાયુ હતું અને પોતે છત્ર ચોરીને રાજ જવેલર્સવાળા ઇદ્રીશ યુસુફ ત્રવાડીને વહેચ્યાની કબુલાત કરી હતી. આથી પોલીસે તેની સામે પણ કાર્યવાહી કરીને શોધખોળ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS