સોમનાથ દાદાના ભક્તો માટે ખુશીના સમાચાર,આરતી અને દર્શન માટે પ્રવેશ

  • July 16, 2021 09:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હાલ કોરોનાના કેસ ઘટતા સરકારની ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને 17 જુલાઈથી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન  માટે શ્રદ્ધાળુ માટે પ્રવેશ આપવાનો નિર્ણય સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. 


17 જુલાઈથી સોમનાથ મંદિરનો સમય સવારે 6.00 વાગ્યાથી રાત્રિના 10.00 સુધીનો રહેશે. સોમનાથ મંદિરની ત્રણેય ચાલુ આરતીએ ભક્તોને ઉભા રહેવા દેવામાં આવશે નહીં. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી,પોલીસ,એસઆરપીની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. ચાલુ આરતીએ કોઈ પણ લોકો રસ્તામાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં


દર્શનાર્થે આવતા ભક્તોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજીયાત પહેરવું, એન્ટ્રી ગેટ પર ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે. તેમજ હેન્ડ સેનિટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS