મા-કાર્ડની મુદ્દતમાં વધારો કરતી સરકાર

  • April 20, 2021 12:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે મા-કાર્ડનો ઉપયોગ ખાનગી હોસ્પિટલોમાં પણ કરી શકાશે તેવો સ્તુત્ય નિર્ણય લીધા પછી વધુ એક સારો નિર્ણય લીધો છે અને મા-કાર્ડની મુદ્દત ૩૦મી જુન સુધી વધારી દીધી છે.

 

 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, જે નાગરિકોના માં કાર્ડની મુદ્દત ૩૧ મી માર્ચ-૨૦૨૧ના રોજ પૂરી થઇ ગઈ છે તેમની મુદ્દત ૩૦/૬/૨૧ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને આ એક વધુ રાહત આપી છે. આ પહેલા સરકારે બે દિવસ પૂર્વે એવી જાહેરાત કરી હતી કે, જેની પાસે માં કાર્ડ હશે તેઓ કોરોનાની સારવાર ખાનગી હોસ્પીટલમાં વિનામૂલ્યે લઇ શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS