સલમાન ખાન સાથે એક જ ફ્રેમમાં જોવા મળ્યો ગોવિંદાનો આખો પરિવાર, વાંચો શું છે કારણ

  • February 27, 2021 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિગ બોસ 14 સમાપ્ત થઈ ગયું છે અને સલમાન ખાન તેના આગળના પ્રોજેક્ટ્સમાં જોડાય ગયો છે. ઈન્ડિયન પ્રો-મ્યુઝિક લીગ પણ શરૂ થઈ રહી છે, જેમાં સલમાન ખાન સહિત બોલિવૂડના ઘણા સ્ટાર જોવા મળશે. ગોવિંદા પણ તેની સાથે સંકળાયેલા છે. આ વિશે માહિતી આપવા માટે સલમાને એક સીસી સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં ગોવિંદા અને તેનો સંપૂર્ણ પરિવાર સાથે દેખાયા હતા.
 

આ સેલ્ફી ફોટોમાં રિતેશ દેશમુખ સલમાન સાથે, રિતેશની પત્ની અને અભિનેત્રી જેનીલિયા ડિસોઝા, બોબી દેઓલ, રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, શ્રદ્ધાના ભાઈ સિદ્ધાંત, કરણ વાહી, વલુશા ડિસુઝા, ક્રિકેટર સુરેશ રૈના અને ગોવિંદા, તેની પત્ની સુનિતા અને પુત્રી ટીના દેખાય છે આ સિવાય અન્ય સેલેબ્સ પણ છે. સેલ્ફી સાથે સલમાને લખ્યું - અહીં એક સેલ્ફી બને છે. અહીં સૌથી મોટી મ્યુઝિક લીગ થઈ રહી છે. 

ઇન્ડિયન પ્રો-મ્યુઝિક લીગમાં 6 મુંબઈ ટીમોએ મુંબઇ વોરિયર્સ, પંજાબ લાયન્સ, બંગા ટાઇગર્સ, ગુજરાત રોકર્સ, યુપી દબંગ્સ અને દિલ્હી ધુરંધર્સએ ભાગ લીધો છે. બોલિવૂડના સ્ટાર્સ દ્વારા દરેક ટીમને ટેકો મળે છે. આ ટીમોના કપ્તાન સંગીત ક્ષેત્રે જાણીતા નામ હશે. દરેક ટીમમાં એક રિયાલિટી શોના સ્ટાર્સ તેમજ ઉભરતા સિંગર્સ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS