સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય તૈયારીઓ

  • March 09, 2021 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રતિવર્ષ સોમનાથ તિર્થધામ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં તા.૧૦થી ૧૨ માર્ચ ૨૦૨૧ દરમિયાન કોવિડ ગાઇડલાઇનની ચૂસ્ત અમલવારી સાથે ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.૧૧-૦૩-૨૦૨૧, ગુરૂવારે મહાશિવરાત્રી પર્વ સોમનાથ મંદિર સવારે ૪-૦૦થી લઇ સતત ૪૨ કલાક ભકતજનો માટે ખુલ્લું રહે છે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાય છે. જેમાં ઉપસ્થિત રહી ભકતો શિવમય બનશે. સોમનાથના માર્ગો શિવભકતોના જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે. દર્શનાર્થીઓએ સરકારની ગાઇડલાઇન પ્રમાણે દર્શન માટે પાસ મેળવવા ફરજીયાત રહેશે, ઓનલાઇન પાસ ટ્રસ્ટની વેબસાઇટ ઠઠઠ.જઘખગઅઝઇં.ઘછૠ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે, તેમજ ઓફલાઇન પાસ ટ્રસ્ટના પથીકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે પાસ વિતરણ કેન્દ્ર પરથી મેળવી શકાશે.


મહાશિવરાત્રી મહોત્સવ-૨૦૨૧માં મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. જેમાં દાતાઓના સહયોગથી સોમનાથ મંદિરને પુષ્પોથી સુશોભિત કરવામાં આવશે. ભાવિકો યજ્ઞ, પૂજાવિધિમાં જોડાઇ કૃતાર્થ થશે. મહાશિવરાત્રીએ ભાવિકો તત્કાલ શિવપૂજન, સુવર્ણ કળશ પૂજન, ધ્વજાપૂજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે, મહામૃત્યુંજય યજ્ઞ, મહાશિવરાત્રીએ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો સરકારની કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે.


મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર લાઇટીંગથી સુંદર દ્રશ્યમાન થશે. સોમનાથ ટ્રસ્ટની એલઇડી સ્ક્રીનમાં લોકો આવતા-જતાં સોમનાથજીના લાઇવ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે.જુદા-જુદા દાતાઓના સહયોગથી મહાશિવરાત્રી પર્વે દર્શનાર્થે પધારતા યાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિ:શુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવથા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે.


તા.૧૦-૩-૨૦૨૧ તથા તા.૧૧-૩-૨૦૨૧ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંસ્કાર ભારતી અને સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી રામ મંદિર ઓડિટોરીયમ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં દેશભરમાં જુદા-જુદા રાજ્યોના કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા ભગવાન શિવની આરાધના કરશે. આ કાર્યક્રમ કોવિડ-૧૯ની સરકારની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે. જેને લોકો સોમનાથ ટ્રસ્ટના સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પરથી નિહાળી શકાશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS