ધ્રોલ તાલુકા ક્ષત્રિય સમાજ જિલ્લા પંચાયત પ્રમુખની શુભેચ્છા મુલાકાતે

  • July 28, 2021 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજ આગેવાનો અને સરપંચો દ્વારા જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાની શુભેચ્છા મુલાકાત લીધેલ અને ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ ગામોમાં આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીને સાંસદની ચુટણી હોય કે ધારાસભ્યની હોય કે તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયતની ચુટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે એક તરફી મતદાન કરીને જંગી લિડ આપેલ છે  તેમ છતાં ક્યાંકને ક્યાંક જુથવાદને લઈને આ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોમાં વિકાસના કામોને થંભાવિ દેવામાં આવ્યા છે અને પાર્ટીના જ અમુક લોકો દ્વારા વ્યક્તિ ગત રાગ દ્વેષ રાખીને વિકાસના કામો અટકાવી દેવા માં આવે છે તો અંગે યોગ્ય કરી ક્ષત્રિય સમાજના ગામના વિકાસના કામો ફરી વેગવંતા થાય તે અંગે   ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ. પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજા, બ્રીજરાજસિહ જાડેજા, સદસ્ય તાલુકા પંચાયત વિરેન્દ્રસિંહ જાડેજા (સરપંચ રાજપર), રાજદિપસિંહ જાડેજા (જારીયા માનસર), ભગીરથસિંહ જાડેજા (ઉપપ્રમુખ ધ્રોલ તાલુકા ભાજપ), કનકસિંહ જાડેજા (સરપંચ ખાખરા), યુવરાજસિંહ જાડેજા ( સરપંચ નાના વાગુદડ), ધર્મન્દ્રસિંહ જાડેજા (સરપંચ હજામચોરા), ઉપેન્દ્રસિંહ જાડેજા(સરપંચ હાડાટોડા) અનિઘ્ધસિંહ જાડેજા (સરપંચ મોટા વાગુદડ), રાજભા જાડેજા (સરપંચ ડાગરા) અર્જુનસિંહ જાડેજા (ગઢડા)નો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS