ખુબ મોંઘી અને કીંમતી માછલી ભરેલા 80 કન્ટેનર ચીને રોકી લેતા ગુજરાતના  ફીશ એકસ્પોર્ટરોના કરોડો રૂપિયા  ફસાયા

  • May 26, 2021 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકબાજુ પાકીસ્તાન મરીન સીકયુરીટી એજન્સીની દાદાગીરીને લીધે માછીમારી ઉદ્યોગ પાયમાલ થઇ રહ્યો છે તો બીજીબાજુ ફીશ એકસ્પોર્ટરોને પણ હવે ચીનની દાદાગીરી સહન કરવાનો વારો આવ્‌યો છે જેમાં આઠેક મહીનાથી ચીને પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ફીશ એકસ્પોર્ટરોના ખુબ મોંઘી અને કીંમતી માછલી ભરેલા 80 કન્ટેનર ચીને રોકી લેતા નિકાસકારોના કરોડો રૂપિયા ફેસાય ગયા છે અને કેન્દ્ર સરકારને રજુઆત કરી હોવા છતાં હજુ સુધી નિર્ણય લેવાયો નથી જેથી તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 


80 કન્ટેનર 8 મહીનાથી કલીયરન્સના વાંકે રોકી દેવાયા
આઠેક મહીના પહેલા ગુજરાતથી પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા બંદરોના સી ફુડ નિકાસકારોએ અંદાજે 80 જેટલા માછલીના ક્ધટેનરો રવાના કયર્િ હતા. ચાઇનાના હેલ્થ ઓથોરીટી દ્વારા ખોટી દાદાગીરી કરીને આ કન્ટેનરને છેલ્લા આઠેક મહીનાથી કલીયરન્સના વાંકે રોકી રાખવામાં આવતા ગુજરાતના સી ફુડ એકસ્પોર્ટરોના કરોડો  રૂપિયા ફસાય ગયા છે અને તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કોરોના વાયરસને લીધે વિશ્ર્વભરમાં મંદીનો માહોલ છે તેમાં માછીમારોને પણ હવે વધુ હેરાન થવું પડે તેવી હાલત સર્જાય છે.


ગુજરાતના 70 ટકા માછલાઓથી થાય છે ચીનમાં નિકાશ
ગુજરાતમાંથી વર્ષોથી ચીનમાં સી ફુડ એકસ્પોર્ટ થાય છે અને ગુજરાતમાંથી એકસ્પોર્ટ થનાર કુલ સીફુડમાંથી 70 ટકા માછલાઓ તો માત્ર ચીન દ્વારા જ લેવામાં આવતા હોય છે આથી ચાઇનાએ ગુજરાતનું સીફુડ ખરીદતું સૌથી મોટું બજાર છે પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું ત્યારથી ચાઇનાની હેલ્થ ઓથોરીટીએ ગુજરાતી ક્ધટેઇનરો આવે ત્યારે તેમની સાથે હેરાનગતિ શ કરી દીધી છે. 


કરોડોનું હુંડીયામણ કમાવી આપતા માછીમારી ઉદ્યોગની મદદે કેન્દ્ર સરકાર આવે તેવી અપીલ
ચીનની આ લુખ્ખાગીરી અંગે ગુજરાત સી ફુડ એકસ્પોર્ટર એશોસીએશન ગુજરાત રીજયનના વાઇસ પ્રેસીડેન્ટ અને એમપીડા ના સભ્ય તથા પોરબંદરના જાણિતા ફીશ એકસ્પોર્ટર કરશનભાઇ સલેટે જણાવ્‌યું હતું કે, હાલમાં ચાઇનાની હેલ્થ ઓથોરીટીએ છેલ્લા આઠેક મહીનાથી ગુજરાતના 80 જેટલા ક્ધટેનરો કલીયરન્સના વાંકે રોકી રાખ્યા છે. ચીન આ ક્ધટેનરોનું કલીયરન્સ પણ કરતું નથી અને ક્ધટેનરો પરત પણ કરતું નથી તેથી કરોડો િ5યાનો માલ અને ક્ધટેનરો ચીનમાં ફસાઇ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી 3 હજાર કરોડનું સી ફુડ વિદેશમાં એકસ્પોર્ટ કરવામાં આવે છે જેમાં સૌથી વધુ ફીશ એકસ્પોર્ટ વેરાવળ, પોરબંદર અને માંગરોળથી થાય છે અને કેન્દ્ર સરકારને વર્ષે દહાડે અબ્જો િ5યાનું વિદેશી હુંડીયામણ કમાવી આપતા માછમીારી ઉદ્યોગની આ સમસ્યા અંગે કેન્દ્ર સરકારને વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં સરકારે કોઇ જ નિર્ણય લીધો નથી. 


મોંઘી માછલીઓ બગડી ગઇ હોય તો જવાબદારી કોની?
કરશનભાઇ સલેટે એમ પણ જણાવ્‌યું છે કે, કરોડો પિયાના સી ફુડ ભરેલા આ ક્ધટેનરો ચીને ત્‌યાં વ્યવસ્થિત રીતે સાચવ્યા હશે કે કેમ? તેવા સવાલ સાથે ઉમેર્યુ છે કે, આ ક્ધટેનરોમાં રીબન ફીશ, પાપલેટ, કટલ ફીશ, ક્રોકર ફીશ, સોલ્ટ ફીશ, લેધર જેકેટ સહિત અનેક ખુબ જ મોંઘી કહી શકાય તેવી કીંમતી માછલીઓનો કરોડો પિયાનો જથ્થો મોકલવામાં આવ્‌યો હતો. સી ફુડ એકસ્પોર્ટરોને એ ચિંતા સતાવી રહી છે કે, કમ સે કમ ક્ધટેનરો ચીન પરત કરે તો એ માલ અમે અન્ય જગ્યાએ વહેંચી શકીએ. અત્યારે આઠ મહીના જેવો સમય વિતી ગયો છે ત્યારે માલની સ્થિતિ કેવી હશે? તેવો પણ સવાલ ચિંતા ઉપજાવે છે. જો આ માલ બગડી ગયો હશે તો તેની જવાબદારી કોણ લેશે?  તેમ પણ કરશનભાઇ સલેટે ઉમેર્યુ હતું. તેમણે જણાવ્‌યું છે કે, આર્થિક રીતે આમ પણ મોટી નુકશાની સહન કરી રહેલા માછીમારી ઉદ્યોગની મુશ્કેલીને સમજીને તાત્કાલીક સરકાર નિર્ણય લે તે જરી છે. ગુજરાત સી ફુડ એકસ્પોર્ટ એશો. દ્વારા સરકારને રજુઆત થઇ હોવા છતાં યોગ્ય નિર્ણય લેવાયો નથી ત્યારે જ સ્વભાવિક રીતે જ એકસ્પોર્ટરોમાં પણ સરકારની નિતિ-રીતી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.


કેન્દ્ર સરકાર ચીન સાથે તાત્કાલીક વાત કરે
પોરબંદરના ફીશ એકસ્પોર્ટર કરશનભાઇ સલેટે જણાવ્‌યું હતું કે, ચીનમાં ફસાયેલા 80 જેટલા ક્ધટેનરો અને તેમાં કરોડો િ5યાની કીંમતી માછલીઓનો સોથ વળી જાય તે પહેલા સરકારે તાત્કાલીક ધોરણે પગલા લેવા જોઇએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશ મંત્રાલયે તાત્કાલીક ચીન સાથે વાત કરવી જોઇએ અને આ પ્રશ્ર્નનો ઉકેલ લાવવો જોઇએ તે જરી છે. 


કોરોના મહામારી... પાક. મરીનની દાદાગીરી... ચીનની મનમાની... અમારે ધંધો કરવો કેમ?
પોરબંદરના ફીશ એકસ્પોર્ટરોએ જણાવ્‌યું હતું કે, એકબાજુ કોરોના મહામારીને લીધે આમ પણ માછીમારી ઉદ્યોગ મૃત:પ્રાય સ્થિતિમાં પહોંચી ગયો છે. એટલું જ નહીં પરંતુ પાક. મરીન સીકયુરીટી એજન્સી પણ અવાર-નવાર ભારતીય બોટોને બંદીવાન બનાવીને રીતસરની દાદાગીરી ચલાવે છે. અબજો પિયાની ફીશીંગ બોટો પાકીસ્તાનના જુદા-જુદા બંદરો ઉપર ભંગાર હાલતમાં ફેરવાઇ ગઇ છે અને માછીમારો પણ જેલમાં સબડી રહ્યા છે ત્યારે હવે ચીન આ પ્રકારે મનમાની ચલાવીને જો ક્ધટેનરો છોડાવવા માટે ગંભીર નહીં બને તો અમારે માછીમારીનો ધંધો કરવો કેમ?  તેવો સવાલ પણથ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્‌યો હતો.


યુરોપીયન દેશોમાં નિકાશ કરશું: ખપત ઓછી 
પોરબંદરથી મોટાભાગની માછલી ચાઇના ખાતે મોટીમાત્રામાં એકસ્પોર્ટ કરવામાં આવે છે અને ચાઇના દ્વારા અવાર-નવાર આર્થિક રીતે એકસ્પોર્ટરોને માર પડે તેવી નિતિ દાખવીને અનેક પ્રકારે મુસીબતો ઉભી કરી દેવામાં આવતી હોવા સામે એકસ્પોર્ટરે જણાવ્‌યું હતું કે, યુરોપીયન દેશોમાં નિકાશ કરવાનું આયોજન છે પરંતુ ત્યાં અમુક પ્રકારની જ માછલીની ખપત છે અને આપણે ત્યાંથી એકસ્પોર્ટ થતી માછલીની ચાઇના દ્વારા સારા રેઇટ આપવામાં આવતા હોવાથી એકસ્પોર્ટ કરવામાં આવે છે પરંતુ હાલ ખુબ મોટો આર્થિક ફટકો પડયો છે.


પોરબંદરના અનેક વેપારીઓના પણ નાણા ફસાયા
પોરબંદરમાં ફીશના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ફીશની ખરીદી કરીને એકસ્પોર્ટરને આપી હતી અને તે સામે પ0 ટકા જેટલી રકમ એકસ્પોર્ટરે ચુકવી હોવાનું જાણવા મળ્યું છે અને હાલ અનેક ક્ધટેઇનર ચાઇના ખાતે ફસાઇ ગયા હોવાથી અને આ ક્ધટેઇનરના ક્ધસાઇન્મેન્ટની રકમ મળી નહીં હોવાથી એકસ્પોર્ટરને પૈસા મળ્યા નથી અને તેથી તેઓના તેમજ વેપારીઓના પણ નાણા ફસાયા હોવાથી આર્થિક તકલીફ ઉભી થઇ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS