ગુજરાતની 6 મહાપાલિકાની ચૂંટણીનું પરિણામ : શરુઆતી વલણમાં ભાજપ આગળ, ક્લિક કરીને વાંચો વિગતો

  • February 23, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરના અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે સવારે 9-00 વાગ્યાથી દરેક મહાપાલિકામાં મતગણતરીનો પ્રારંભ થઈ ચુક્યો છે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 
 

હાલ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનું સાશન છે અને તે જળવાઈ રહેશે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવે છે તો બીજી બાજુ કોંગ્રેસને પણ સત્તા મળવાની આશા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ સુરત, જામનગર, રાજકોટ સહિતની મહાનગરપાલિકામાં પોતાનું ખાતુ ખુલશે તેવા દાવા કરે છે. કોના દાવા સાચા છે અને કોના પોકળ છે તેનો અંદાજ  બપોરે મળી જશે.

 
અમદાવાદ 
 

નવરંગપુરા વોર્ડ નંબર 18, જોધપુર વોર્ડ નંબર 20 અને વસ્ત્રાલ વોર્ડ નંબર 41માં ભાજપની જીત
અમદાવાદમાં જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી
બહેરામપુરામાં ઓવૈસીની AIMIM આગળ 
દાણીલીમડામાં કોંગ્રેસ 2 બેઠક પર આગળ 
દરિયાપુર અને ચાંદખેડામાં કોંગ્રેસ આગળ 
શરૂઆતી ટ્રેંડમાં ભાજપ 62 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે.  
 

વડોદરા

15 બેઠક પર ભાજપ અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ 
વોર્ડ નં-4, 7 અને 10માં ભાજપની પેનલની જીત 
વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય 
વડોદરામાં વોર્ડ-7માં ભાજપના ચારેય ઉમેદવારની જીત 
વોર્ડ નં-16માં બે બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય
વોર્ડ નં-13માં 3 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય

સુરત

શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 40 અને કોંગ્રેસ 10 બેઠક પર આગળ
વોર્ડ નંબર 4માં આપ 12 સીટ પર આગળ 
આપ અન્ય 18 બેઠકો પર આગળ  
વોર્ડ નંબર 14માં ભાજપની જીત
વોર્ડ નંબર 25માં ભાજપની જીત
સુરતમાં આપે ખોલાવ્યું ખાતું વોર્ડ નંબર 4 મા આખેઆખી પેનલનો વિજય

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS