ગુજકેટ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, 4 જૂલાઈ સુધી ભરી શકાશે ફોર્મ

  • June 30, 2021 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજકેટ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે...4 જુલાઈ સુધી હવે ગુજકેટનું ઓનલાઈન ફોર્મ ભરી શકાશે...ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે...ગુજકેટનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી...ફોર્મ સાથે રૂ. 300 ઓનલાઈન ફી ભરવાની રહેશે...

 

30 જૂનના રોજ ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ કેટલા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા...આ માહિતીના આધારે બોર્ડ દ્વારા ગુજકેટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....હવે ગુજકેટ માટેના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 30 જૂનથી લંબાવી 4 જુલાઈ સુધી કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુજકેટની જાહેરાત કરી હતી...જેમાં માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સુચનાઓ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી....ગુજકેટ માટે આવેદનપત્રો 23 જૂનથી 30 જૂન દરમિયાન ઓનલાઈન ભરવા માટે બોર્ડ દ્વારા સુચના આપવામાં આવી હતી....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS