બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

  • July 29, 2021 12:22 PM 

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું

24 જુલાઈના રોજ જામનગરના ગ્રીન વિલામાં આવેલ સંસ્કૃતિ ભવન ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે મનુ સંસ્મૃતિ પુસ્તકનું વિમોચન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના બે શબ્દો પણ જો લોકો જીવનમાં ઉતારે તો સમાજમાં રહેલા અનેક નૈતિક પ્રશ્નો ઉપસ્થિત જ ના થાય તેમજ ભારત સરકારના પ્રથમ ઇજનેર મનુભાઇ જોશીના જીવન અને તેમના કાર્યોની ઝાંખી કરાવતું પુસ્તક મનુ સંસ્મૃતિએ એક ભવ્ય ઇતિહાસમાં ડોકિયું કરવા સમાન છે. સાથે જ વૃક્ષોની મહત્તા પણ ગુરુ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેમ જણાવી મંત્રીએ વૃક્ષો વાવી, પયર્વિરણનું જતન કરી શુદ્ધ વાતાવરણના નિમર્ણિમાં સહયોગ આપવા જામનગરવાસીઓને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર પ્રેમજીભાઈ થાનકી, ગાયત્રી શક્તિપીઠના સભ્ય વસોયા કલ્પનાબેન વ્યાસ, જાગૃતીબેન વ્યાસ, દિપકકુમાર પંડ્યા, જૈમીન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS