હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર કોરોના પોઝિટિવ: લોકોને કરી કંઈક આવી અપીલ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કોરોના વાયરની ઝપેટમાં આવી ગયા છે. CM ખટ્ટરે ટ્ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘મારો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ આઈસોલેટ થઈ રહ્યો છું, ગત સપ્તાહમાં મારા સંપર્કમાં આવેલા તમામ તેમના ટેસ્ટ કરાવીને સેલ્ફ કોરોન્ટાઈન થાય.’ ઉલ્લેખનીય છે કે આજે સવારે હરિયાણા મુખ્યમંત્રીનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ પંચકુલા કોવિડ લેબમાં મોકલાયા હતા અને સાંજે CMનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 

હરિયાણા વિધાનસભામાં મોન્સુન સત્ર શરૂ થવાના બે દિવસ પહેલા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાન ચંદ ગુપ્તા અને ભાજપના બે એમએલએના રિપોર્ટકોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત વિધાનસભાના કેટલાક કર્મચારી પણ કોરોનાની હડફેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

 

કોરોનાનો કહેર મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત ઉપરાંત હરિયાણામાં પણ વરસી રહ્યો છે. રાજ્યમાં હાલ સુધીમાં  54386 કેસ નોંધાઈ ચુક્યાછે. જ્યારે સરકાર દ્વારા જાહેર કરેલ આંકડા અનુસાર 603 લોકોના મોત થઈ ચુક્યા છે. હાલમાં 8961 દર્દીઓ સારવાર હેઠળ રહેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS