આ શિયાળામાં ઘરે જ મગફળીની ચીક્કી બનાવીને માણો મજા, જલ્દી થી જાણી લો આ ટેસ્ટી ચીક્કીની રેસીપી

  • November 23, 2020 01:33 PM 1073 views

લોકો શિયાળાની ઋતુમાં ચીક્કી ખાવાનું પસંદ કરે છે. તેને ઘણી જગ્યાએ ગજબ પણ કહેવામાં આવે છે. ગોળ અને મગફળીમાંથી તૈયાર કરેલી ચીક્કી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને કુરકુરી હોય છે. પરંતુ આ વખતે તેને બજારમાંથી ખરીદવાને બદલે તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તો આજે જાણીલો તેની સરળ રેસીપી વિષે.

સામગ્રી:
-મગફળી - ૧૫૦ ગ્રામ (શેકેલી)
-ગોળ- ૨૦૦ ગ્રામ 
-ઘી - ૨ ચમચી

રીત:
-પેનમાં ૧ ટીસ્પૂન ઘી ગરમ કરો.
-તેમાં ગોળ નાખો અને સતત હલાવતા તેને ધીમા આંચ પર ઓગાળો. 
-હવે તેમાં મગફળી નાખી મિક્સ કરીને ગેસ બંધ કરો. 
-પ્લેટને ઘી વડે ગ્રીસ કરો અને તૈયાર મિશ્રણ તેમાં ફેલાવો. 
-મિશ્રણ સેટ થઈ જાય, પછી તેને તમારી પસંદના આકારમાં છરીથી કાપી લો.

લો તૈયાર છે તમારી ચીક્કી 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application