ઉત્તરપ્રદેશમાં અતિભારે વરસાદ, 15 લોકોના મોત, બે દિવસ શાળાઓ પણ રહેશે બંધ

  • September 16, 2021 09:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદને જોતા રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો બે દિવસ એટલે કે 17 અને 18 સપ્ટેમ્બરે બંધ રાખવાની જાહેરાત કરી છે. યુપી CMO દ્વારા જાણકારી આઆપવામાં આવી છે કે, સતત વરસાદને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

 

ગુરુવારે સવારથી જ ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો. કેટલાક જિલ્લા એવા હતા કે, જ્યાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં રાયબરેલી, લખનઉ, સુલતાનપુર, અયોધ્યાનો સમાવેશ થાય છે. તે જ સમયે, અન્ય ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેથી રસ્તાઓ બંધ છે, અને લોકોને તેમના ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

 

રાજધાની લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં સતત વરસાદના કારણે એક તરફ જ્યાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો બીજી બાજુ, રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 15 લોકોના મોત થયા છે. સતત વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં રહેણાંક મકાનો પણ તુટી ગયા છે. જેમાં ઘણા લોકોના મોત થયાની આશંકા છે. જિલ્લા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS