હિના ખાને ટ્રોફી કલેક્શનનો વિડીયો શેર કરી સેલ્ફ મેડ હુમન હોવાની ખુશી કરી વ્યક્ત, ક્લિક કરીને જુઓ વિડીયો

  • March 06, 2021 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મહિલા દિવસ વિશે એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના ખૂબ જ બોલ્ડ શૈલીમાં પોતાની જીતેલી ટ્રોફી બતાવી રહી છે. આ વીડિયોમાં હિના 'વુમનીયા' સોંગ પર લિપ સિંક કરતી જોવા મળી રહી છે. આ વિડિઓના એક ભાગમાં તે પોતાની ટ્રોફીનો ગ્લાસ શેલ્ફ બતાવી રહી છે.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HK (@realhinakhan)

વીડિયો શેર કરતા હિનાએ કેપ્શન લખ્યું, "વુમનીયા શું હોય છે? એક અભિનેત્રી તરીકે મેં આ ગુણ અપનાવ્યા છે. હવે હું સ્વતંત્ર છું અને મને ખુશી છે કે હું દરેક પ્રકારના પાત્રને સ્વીકારી રહી છું, હું મારા જીવનને જીવી રહી છે. " હિનાએ તેના મિત્રો હિના લેડ, નીરજા જયસ્વાલ અને સોનમ શાહને #PepperfryWowWomaniya હેશટેગને ફોલો કરવા માટે આમંત્રણ પણ આપ્યું છે. હિનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટેલીવીઝનના નાના પડદાથી લઈને બોલીવુડમાં મોટા પડદા સુધીની, અભિનેત્રી હિના ખાન હંમેશા તેના લુકથી પ્રભાવિત રહે છે. હિનાની તસવીરો સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવે છે. સાડી હોય કે મીની ડ્રેસ, હિના દરેક પ્રકારના ડ્રેસમાં સુંદર લાગે છે. વીડિયોમાં હિના ખાન બ્લુ અને વ્હાઇટ ડ્રેસમાં નજર આવી રહી છે. હિનાએ તેમાં નેકલાઈન બ્રોલેટ સાથે મિની સ્કર્ટ પહેર્યું છે. મોટા જેકેટની  સાથે તેણે પોતાનો લુક પરફેક્ટ બનાવ્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિના ખાને સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' થી લોકપ્રિયતા મેળવી હતી. આમાં તેણે અક્ષરાની ભૂમિકા ભજવી હતી. હિના બિગ બોસ 11માં સીઝનની પ્રથમ રનર-અપ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS