ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન, મત આપી આ રીતે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

  • February 21, 2021 11:01 PM 

ગુજરાતના 6 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં આજે મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે. તેઓ દિલ્હીથી ખાસ મતદાન કરવા અમદવાદ આવ્યા હતા. તેમણે પરીવાર સાથે મતદાન કર્યું હતું.  ગૃહ પ્રધાન સાથે આ તકે તેમની પત્ની અને પુત્ર જય શાહ સાથે હાજર હતા. તેમણે મતદાન કર્યા બાદ હાથથી વિજેતા નિશાની પણ બતાવી હતી. જણાવી દઈએ કે ગૃહ પ્રધાન પણ આજે દિલ્હીમાં ભાજપના અધિકારીઓની બેઠકમાં ભાગ લેશે. ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા યોજાનારી આ ચૂંટણીઓ સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS