ગૃહમંત્રી અમિત શાહે લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ : દેશમાં કોરોના વેક્સિનનેશન અભિયાન બન્યું વધુ તેજ

  • March 01, 2021 07:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી સહિત અનેક મુખ્યમંત્રી અને ગાદીધારીઓએ કોરોના વેક્સિનેશનનો ડોઝ લીધો હતો. તાજેતરમાં મળતી માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે પણ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. મેદાંતાની ડોક્ટરની ટીમે ગૃહમંત્રીને સાંજે  કોરોના વેક્સિનનો એક ડોઝ આપ્યો હતો. જ્યારે આવતી કાલથી સુપ્રીમકોર્ટના જજને વેક્સિનના ડોઝ આપવામાં આવશે.   

 

ઉલ્લેખનીય છે કે આજે સવારે પીએમ મોદીએ દિલ્હીના એઈમ્સમાં કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પુડ્ડુચેરીના નર્સ પી નિવેદાએ વડાપ્રધાનને  આ ડોઝ આપ્યો હતો. વડાપ્રધાન કોઈપણ સુરક્ષા વિના એઇમ્સ પહોંચ્યા હતા. બીજો ડોઝ 28 દિવસ પછી પીએમ મોદીને આપવામાં આવશે. 

 

પીએમ મોદીએ દિલ્હીના એઈમ્સમાં કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લીધો. સીએમ નીતીશે પટનાની આઈજીઆઈએમએસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. ડોઝ લીધા પછી, તે 30 મિનિટ સુધી નિરીક્ષણમાં રહ્યા. ત્રીજા તબક્કાનાં રસીકરણમાં બિહારના વડા નીતીશ કુમારે કોરોના રસી લગાવી છે. ઉપાધ્યક્ષ વેંકૈયા નાયડુએ આજે ​​રસીકરણ અભિયાનના ભાગ રૂપે પ્રથમ ડોઝ લીધો હતો. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ આજે જ COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણીએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો.

 

નોંધનિય છે કે ભાજપના નેતાઓ કોરોના વેક્સિનના ડોઝ લઈને તેના સોશિયલ મિડિયા ઉપર પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાની કોશિશ કરતા જોવા મળ્યાં હતાં.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS