ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જગતમંદિરમાં વીજળી પડવા મામલે વહીવટી તંત્ર પાસેથી માહિતી મેળવી

  • July 13, 2021 09:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ તારીખ 13 જુલાઈ વિશ્વપ્રસિદ્ધ જગતમંદિર દ્વારકા ખાતે વીજળી પડવાનો બનાવ બન્યો હતો. જેમાં મંદિર સ્થાપત્યને કોઈ નુકસાન કે જાનહાની થયેલ નથી. આ અંગે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહએ મંદિર પ્રશાસનના સ્થાનિક કલેક્ટર વહીવટી તંત્ર  સાથે સંપર્ક કરી પરિસ્થિતિની જાત માહિતી મેળવી હતી અને તેઓ સતત સંપર્કમાં પણ છે.

 

યાત્રાધામ દ્વારકામાં આજ રોજ ગાજવીજ સાથે વરસાદ ની શરૂઆત થઈ હતી ભારે પવન ના કારણે દ્વારકા માં વરસાદ શરૂ થયો હતો અને વરસાદ થતાં જ વીજળી પડવાથી દ્વારકાધીશ ના શિખર પર ફરકાવવામાં આવતી 52 ગજની ધ્વજા ને નુકશાની પહોંચી હતી બપોર નો સમય હોઈ ત્યારે કોઈ જાનહાની થવા પામી નથી સાથે જ દ્વારકાધીશ મંદિર માં પણ અન્ય કોઈ જ નુકશાની થવા પામી નથી 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS