બ્રેસ્ટ કેન્સરની સારવારમાં થયેલી આડઅસરોને દૂર કરવા માટે હોમિયોપેથી ઉત્તમ ઉપચાર છે : ડો.દેવેન કોઠારી

  • October 28, 2020 02:21 AM 373 views

જ્યારે કેન્સરનું નામ પડે ત્યારે દર્દી અને તેના પરિવારજનો ખૂબ અકળામણ અનુભવતા હોય  હોય છે અને  તેના પરિણામે તેઓ સાચો નિર્ણય લઈ શકે નહીં એવું પણ  બનતું હોય છે. દર્દીની માનસિક સ્થિતિની અસર તેના શારીરિક વર્તન અને નિર્ણયો પર થતી હોય છે. આવા તો કેટલાય તારણો હોમિયોપેથી દ્વારા કાઢવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રની ધીમી પરંતુ અસરકારક પધ્ધતિ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને નોર્મલ લાઈફ આપવા માટે ખૂબ અસરકરક હોવાનું જાણવા મળે છે. હંમેશા કેન્સરની આડઅસરોને દૂર કરવામાં તો અતિ લાભ કારક છે જ. એવું કહેવું 2 દાયકાથી અનેક દર્દીઓને અને બ્રેસ્ટ કેન્સરની સારવાર કરી રહેલા હોમિયોપેથીક નિષ્ણાંત ડો. દેવેન કોઠારીનું છે.

 

ડો.કોઠારીનું  કહેવું છે કે કેન્સર ખૂબ ઝડપથી ફેલાય છે આથી તેની તાત્કાલીક સારવાર લેવી જોઈએ. જ્યારે હોમિયોપેથીની સારવાર થોડી ધીમી અને જો અને તો ઉપર આધારિત છે. આ પ્રકારની સારવાર દર્દીની મન અને વિચારોનું એનાલિસીસ કરીને તેની તાસીર જાણીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આથી ઘણી વખત દર્દીઓની માનસિકતામાં બદલાવ આવે તો તેની અસર સીધી જ પરિણામ ઉપર પડે છે અને પરિણામ નેગેટીવ પોઝિટિવ થઈ શકે છે. આથી આ પધ્ધતિ માટે જો અને તોની પધ્ધતિ કહેવાય છે. જો દર્દી માનસિક રીતે મજબૂત હોય તો તેને બ્રેસ્ટ તો શું કોઈપણ પ્રકારના કેન્સર થવાના ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે. અને જો થાય તો રિકવરી ઝડપથી આવે છે જ્યારે નેગેટીવ વિચારધારા ધરાવનાર દર્દીની સારવાર ખૂબ મુશ્કેલ બની જતી હોય છે આથી અમે સૌથી પહેલા બધાને સકારાત્મકતા કેળવવા માટે જ કહીએ છીએ.

 

હોમિયોપેથીક સારવારમાં બ્રેસ્ટ કેન્સરના પેશન્ટની હિસ્ટ્રી જાણવામાં આવે છે. તેના સ્વભાવ, પરિવાર અને માનસિકતાનો અભ્યાકરીને જ તેની સારવાર નક્કી કરવામાં આવે છે. આ એક એવી સારવાર પધ્ધતિ છે જેમાં દરેક દર્દીની સારવાર જુદી જુદી રીતે જ થાય છે. એક જેવા જણાતી બે વ્યક્તિની સરખી સારવારમાં જુદાજુદા પરિણામ મળી શકે છે આથી દર્દીનો બરાબર અભ્યાસ કરીને તેની સારવાર નક્કી કરવામાં આવે છે. કેન્શરની સંપૂર્ણ સારવાર હોમિયોપેથી પાસે છે એવો દાવો કરવામાં આવતો જ નથી તો બીજી તરફ હોમિયોપેથી પાસે કેન્સર જેવા ભયંકર રોગનો કોઈ ઈલાજ જ નથી એવું કહેવું પણ ભૂલ ભરેલું છે. એક હોમિયોપેથીક ડોકટર પાસે અન્ય પેથીઓનું જ્ઞાન હોય છે આથી તેઓ દર્દીને ખૂબ ઝડપથી અને સરળતાથી સમજી શકે છે.

 

ડો. કોઠારીએ આજકાલ સાથે વધુ વાત કરતા તેમની અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, મારા પાસે દર વર્ષે લગભગ 10 થી 12 બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ સારવાર માટે આવે છે. જ્યારે કોઈ પેશન્ટ બહુ ગંભીર હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે અમે ખૂદ અન્ય પેથીઓની અને જુદા જુદા નિષ્ણાંતોની મદદથી સારવાર કરતા હોઈએ છીએ. જો કેન્સરને ક્યોર કરવું હોય તો દરેક પેથીનો સાથે યુઝ કરવો જોઇએ. અમે ડોક્ટર્સ એવું જા કરીએ જ છીએ. કારણકે દરેક પેથીની એક મર્યાદા છે. ઘણીવખત આ મર્યાદાનો તોડ અન્ય પેથી પાસે હોય એવું બનતું હોય છે. આથી કેન્સર એ એક પેથીથી જ ક્યોર થઈ જાય એવો રોગ નથી. જો કે તેના માટે ડોક્ટરોનું સંકલન મહત્વનું છે.

 

મારી પાસે એક 72 વર્ષના માજી બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે આવ્યા હતા. તેને કિમોની ખૂબ આડઅસરો જોવા મળી હતી. ઘણી નાજૂક પરિસ્થિતીમાં મે એમની ટ્રીટમેન્ટ  શરૂ કરી હતી. હાલ તેમની ટ્રીટમેન્ટ ચાલુ  જ છે અને 80 ટકાથી વધુ રિકવરી આવી ચુકી છે. માજીનો કેસ સ્ટ્ડી કરવા માટે મે અને બીજા ડૉક્ટરોએ સાથે મળીને કામ કર્યુ છે. જ્યારે એક બીજા કિસ્સાની વાત કરું તો એક 45 વર્ષના બહેન બ્રેસ્ટ  કેન્સરની સારવાર શરૂ કરી. માત્ર 2 મહિના જેવા ટુંકાગાળામાં બહેને અંતિમશ્વાસ લીધા. કારણકે તેઓને કેન્સરનું નામ પડતા જ મનમાંથી ખૂબ ડર લાગ્યો હતો અને એ બીકની અસર તેમના પર વધુ થઈ હતી. આથી જ હોમિયોપેથીને જો અને તો ની સારવાર પધ્ધતિ કહેવામાં આવે છે.

 

કોઠારી ક્લિનિકના ડિરેક્ટર ડો.દેવેન કોઠારી અનેક બ્રેસ્ટ કેન્સરના દર્દીઓએને ફરીથી વાળ આવવા માટેની સારવાર, ચામડીમાં પડેલા ચાંભા દૂર કરવા, નબળી પડેલી ડાયજેસ્ટિવ સિસ્ટમ, નબળું થયેલું મનોબળ, વધુ પડતા નકારાત્મક વિચારો.. આવી અનેક સમસ્યાઓ દૂર કરી ચુક્યા છે. કેન્સર પછી થતી સાઇડઈકફેક્ટને દૂર કરવા માટે હોમિયોપેથી પાસે સૌથી સારા ઉપાય હોવાનું  જણાવી ડૉ. કોઠારીએ આજકાના વાચકો અને કેન્સર પેશન્ટ માટે એક વિશેષ મેસેજ આપતા કહ્યું હતું કે, “કેન્સર હોય કે જીવનની જંગ મજબૂત મનોબળ જ તમને વિજેતા બનાવશે.”


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application