આજકાલ કેમ્પેઈન : બ્રેસ્ટ કેન્સર માટે મહત્વની ગણાય છે હોર્મોન થેરાપી

  • October 28, 2020 02:08 AM 284 views

આજકાલ ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારી નિભાવવાના ધ્યેય સાથે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત  બ્રેસ્ટ કેન્સર એટલે શું?, કેવી રીતે થાય છે, જાત પરિક્ષણ કેમ કરવું સહિતના અનેક પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે વપરાતી કિમોથેરાપી અને રેડીયેશન થેરાપી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા બાદ હવે વધુ એક થેરાપી  હોર્મોન થેરાપી વિશે માહિતી મેળવવી જરૂરી છે.  

 

હોર્મોન થેરાપી એ ઘણાં વર્ષોથી કેન્સરની સારવારનો એક ભાગ છે. કેટલાક એને ટાર્ગેટેડ થેરાપીનું સ્વરૂપ પણ કહે છે, કેમકે એ ખાસ હોર્મોન ટાર્ગેટ હોય તો જ કામ કરે છે અને કિમોથેરાપીની સરખામણીએ આડઅસર ઘણી ઓછી કરે છે. હોર્મોન થેરાપી એંડ્રોથેરાપી તરીકે પણ જાણીતી છે. આ થેરાપી બ્રેસ્ટ કેન્સર ઉપરાંત પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં ઉપયોગી સાબિત થાય છે. આ કેન્સરના કોષો એસ્ટ્રોજન કે ટેસ્ટોસ્ટેરોન જેવા કેટલાક હોર્મોંસની મદદથી વિકસે છે. હોર્મોન થેરાપી કાં તો હોર્મોનનું લેવલ ઘટાડીને કામ કરે છે

 

હોર્મોન થેરાપીની સારવાર ત્રણ પ્રકારે કરવામાં આવે છે.

 

1 ઓરલ ટેબલેટ્સ : સૌથી જાણીતું સ્વરૂપ એટલે ઓરલ ટેબ્લેટસ. જેમ કે ટેમોક્સિફેન, એનાસ્ટ્રાઝોલ, લેટ્રોઝોલ,  એક્સેમેસ્ટેન, મેજેસ્ટ્રોલ અને બાઇકાલુટાડ વગેરેનો ઉપયોગ થાય છે. 2. ઈન્જેકશન : લ્યુપ્રોલિડ, ગોસરલીન અને ફુલ્વેસ્ટ્રાન્સ વગેરે જેવ દવાઓ ઈન્જેક્શન મારફત આપવામાં આવે છે.

2. સર્જરી: હોર્મોન ફેલાવતું અંગ દુર કરવું. પુરુષોમાં વૃષણ અને સ્ત્રીઓમાં અંડાશયને રીમુવ કરીને સારવાર કરવામાં આવે છે.

 

હોર્મોન થેરાપી દાયકાથી જો ઈઆર કે પીઆર રિસેપ્ટર માટે કોષ માટેનો ટેસ્ટ પોઝિટિવ હોય ત્યારેસ્તન કેન્સર માટે અગ્ત્યની ગણાય છે. આ પ્રકારનું ટેસ્ટિંગ હવે બહોળા પ્રમાણમાં થાય છે અને ઓંકોલોજીસ્ટ આ બાબતે માર્ગદર્શન આપે છે, સારવારની કઈ પધ્ધતિ તરફ જવું એ પણ નક્કી કરવામાં મદદ કરે છે. દર્દીની જરૂરિયાત પ્રમાણે આ સારવાર લેવામાં આવે છે.

 

હોર્મોન થેરાપી એ સ્તન કેન્સરના શરુઆતી તબક્કાથી લઈને અંતિમ તબક્કા સુધી સારવારમાં મદદરૂપ થાય છે. અતિ વૃધ્ધ નબળા દર્દીઓને કિમોથેરાપી સિવાય માત્ર હોર્મોન થેરાપી આપીને સારવાર કરવામાં આવતી હોય છે 4થા તબક્કાના દર્દીઓને,જો ઈઆર કે પીઆર રિસેપ્ટર માટે કોષો માટેનો ટેસ્ટ પોઝિટિવ હોય તો માત્ર હોર્મોન થેરાપીથી પણ સારું થઈ જાય છે.  હોર્મોન થેરાપીની કેટલીક આડઅસર જોવા મળે છે. જો કે કિમોથેરાપી કરતા ઘણી ઓછી આડઅસર હોવાનું જાણવા મળે છે. મહિલાઓને મેનોપોઝ વખતે કેટલીક બાબતો અનુભવાતી હોય છે. જેમ કે ફ્લેશેસ, મૂડમાં ફેરફાર થતા રહેવા,સ્ફૂર્તિનો અભાવ, જાતીય ઈચ્છાઓમાં ઘટાડો થવો, માસિકચક્રમાં અનિયમિતત્તા. યોનિમાં સૂકાપણું આવવું, ઓસ્ટિઓપોરોસિસ(નબળાં હાડકાં) વગેરે જેવી સમસ્યાનો સામનો દર્દીએ કરવો પડે છે જો કે આ થેરાપીની સૌથી અગત્યની વાત એ છે કે આ થેરાપીથી અન્ય થેરાપીની સરખામણીએ ઘણી ઓછી ખર્ચાળ છે. 

 

નોંધ : બ્રેસ્ટ કેન્સર અવેરનેસના ભાગરૂપે આ માહિતી માત્ર દર્દીઓની જાણકારી માટે છે. આ માહિતીના આધારે કોઈ પણ પ્રકારો દાવો કરી શકાશે નહીં. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓએ ડોક્ટરની સલાહ અનુસાર જ સારવારના અને અન્ય નિર્ણય લેવા આજકાલ અનુરોધ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application