જામનગરમાં બેનપણીને ઉછીના આપવાનાં પૈસા પતિએ નહીં આપતા પરણિતાએ આપઘાત કર્યો

  • June 11, 2021 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનમાં લાગી આવવાથી પગલું ભરી લેતા શોકની લાગણી

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ મયુરનગરમાં મઢુલી પાસે રહેતી એક પરણિતાએ ગઈકાલે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી, બેનપણી ને રૂપિયા 5000 ઉછીના આપવા માટે પતિ પાસે માંગ્યા હતા જે નહીં આપતા મનમાં લાગી આવવાથી આ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે.

જામનગરના ગોકુલનગરનાં મયુરનગરમાં શેરી નંબર 4 ખાતે રહેતી મિતલબેન પરેશભાઈ પાઠક ઉંમર વર્ષ 23 નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે છતના પંખાના હુકમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતાં સીટી-સી ડિવિઝનના પીએસઆઇ હરિયાણી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે, હોસ્પિટલ ખાતે દોડી જઈ પ્રાથમિક વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી.

દરમિયાનમાં મિતલ બેનને તેમની બેનપણીને રૂપિયા 5000 ઉછીના આપવાના હોય જે પૈસા પોતાના પતિ પાસે માંગતા બેનપણીને આપવા માટે રૂપિયા નહીં આપતા મરણ જનાર મિતલ બેનને આ બાબતે મનમાં લાગી આવતા આ પગલું ભરી લીધાનું પોલીસ ચોપડે પરેશભાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS