સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના માછીમારોના પ્રશ્નો ના નિરાકરણ માટે વધુ પ્રયત્નો  કરીશ: સાંસદ રામભાઇ મોકરીયા 

  • March 01, 2021 09:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયસભાના સાંસદે પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે તેમના ગુ પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના મેળવ્યા આશીર્વાદ : પક્ષે મુકેલી જવાબદારીને શ્રેષ્ઠ રીતે નિભાવવા આપ્યો કોલ

તાજેતરમાં જ રાજયસભાના સાંસદ તરીકે બિનહરીફ ચુંટાયેલા શ્રી માતિ કુરીયર સર્વિસ પ્રા.લી.ના ચેરમેન રામભાઇ મોકરીયાએ તેમના વતન પોરબંદરમાં રાષ્ટ્રીય સંત પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના આશીર્વાદ  સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે લીધા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં મહત્વની ચચર્ઓિ પણ કરી હતી જેમાં સંત રમેશભાઇ ઓઝા જેવા ગુના આશીર્વાદ થી જ તમામ ક્ષેત્રે સફળતા મળી હોવાનું ઉમેર્યુ હતું.
ગુરુના આશીર્વાદથી મળી સફળતા 
રાજયસભાના સાંસદ તરીકે બિનહરીફ પસંદગી પામેલા રામભાઇ મોકરીયા વહેલી સવારે સાંદીપનિ શ્રીહરિમંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સજોડે આશીર્વાદ  મેળવ્યા હતા. તેઓએ જણાવ્‌યું હતું કે, ગુરુ ના આશીર્વાદ  થકી જ હું આ જગ્યાએ પહોંચ્યો છું અને ત્રણ દાયકાથી મે તેમને ગુપદે ધારણ કયર્િ છે અને તેથી તેમના આશીર્વાદ લેવા માટે હું અહીંયા આવ્યો છું. મને જે કાંઇપણ રાજકીય સફળતા, વ્યવસાયીક સફળતા અને સામાજીક સમફળતા મળી છે તેની પાછળ ગુના આશિવર્દિ કારણભુત છે તેમ જણાવીને તેમણે પૂ. ભાઇશ્રીના ચરણોમાં શીશ નમાવ્યું હતું ત્યારે સંત રમેશભાઇ ઓઝાએ પણ તેમને આર્શિવચન આપતા જણાવ્યું હતુું કે, રામભાઇ મોકરીયા વર્ષોથી સાંદીપનિ આશ્રમ સાથે જોડાયેલા છે અને પોરબંદરના પનોતા પુત્ર એવા રામભાઇને ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મને વિશ્ર્વાસ છે કે, તેઓ તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે અને ખુબ જ પ્રગતિ કરશે તેવા મારા ડા આશિવર્દિ છે. એટલું જ નહીં તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે, રામભાઇ મોકરીયા સામાન્ય પરિવારમાંથી સંઘર્ષ કરીને જાત-મહેનતે આગળ વધ્યા છે અને તેથી તેઓ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી છે અને તેમનામાંથી યુવાપેઢીએ પણ શીખવું જોઇએ. 
પત્રકારો સાથેની વાતચીત 
સાંસદ તરીકે પસંદગી પામેલા રામભાઇ મોકરીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‌યું હતું કે, પોરબંદરના માછીમારોનો સૌથી મોટો પ્રશ્ર્ન ફેઇઝ-ર બંદર કયાં બનશે? તેનો છે. આથી એ બાબત મુખ્યમંત્રી લેવલ છે પરંતુ મારાથી બને એટલા પ્રયત્નો કરીને માછીમારો ઇચ્છે ત્યાં જ બંદર બને તેના માટેના મારા ભરપુર પ્રયત્નો રહેશે તે ઉપરાંત પાકીસ્તાન દ્વારા અવાર-નવાર પાક.ની બોટના અપહરણ કરવામાં આવે છે અને માછીમારો પાક. જેલમાં સબડે છે તેઓને મુકત કરાવવા સહિત બોટો મુકત કરાવવા માટે પણ ભારત અને પાકીસ્તાન સરકાર વચ્ચે સહમતિ સધાય તેના માટે હકારાત્મક પ્રયત્નો થાય તેવું હું ઇચ્છીશ. તેમણે ઉમેર્યુ હતું કે, પોરબંદર એ મા વતન છે અને જયાં કયાંય પણ વિકાસ પુરતા પ્રમાણમાં થયો નથી ત્યાં બનતા પ્રયત્નો કરીને સુવિધા વધારવા પ્રયત્ન કરીશ. ખાસ કરીને ઘેડ પંથકના પ્રશ્ર્નોના નિરાકરણ માટે પણ સતત પ્રયત્નશીલ રહીશ. તેઓએ એમ પણ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સી.આર.પાટીલ સહિત અમીતભાઇ શાહે મારામાં વિશ્ર્વાસ વ્યકત કરીને મારા ખભે જે જવાબદારી સોંપી છે તે માટે હું તેઓનો આભારી છું અને મારામાં મુકેલા વિશ્ર્વાસને સાર્થક કરી બતાવીશ તેમ પણ રાજયસભાના સાંસદે જણાવ્‌યું હતું.
સાંદીપનિ ખાતે સાંસદ રામભાઇ મોકરીયાને સાંદીપનિના ટ્રસ્ટી અને પૂર્વસાંસદ ભરતભાઇ ઓડેદરા, ડો. ભરત ગઢવી સહિત આગેવાનોએ શુભેચ્છાઓ આપી હતી.
આમ, પોરબંદરમાં સંત રમેશભાઇ ઓઝાના આશિવર્દિ મેળવીને રામભાઇ મોકરીયા ધન્ય બન્યા હતા અને પોતાની રાજકીય કારકીર્દીને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવશે તેવો કોલ પણ આપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS