જામનગરમાં આઇપીએલનો સટ્ટો રમતો શખ્સ પકડાયો

  • April 04, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવનચકકી પાસે પોલીસ પ્રગટી : રોકડ, મોબાઇલ જપ્ત : કપાત લેનારનું નામ ખુલ્યું

જામનગરના પવનચકકી પાસે પાનની દુકાને ટીવીમાં આઇપીએલનો મેચ નિહાળીને ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને રોકડ, મોબાઇલ સાથે દબોચી લીધો હતો, જેમાં કપાત લેનારનું નામ ખુલ્યુ હતું.
જામનગરના રણજીતસાગર રોડ વસંત વાટીકા સોસાયટી, ડી-૧૦૪, રિઘ્ધી સિઘ્ધી એપાર્ટમેન્ટ ખાતે રહેતા વેપારી ઘનશ્યામ ઉર્ફે મામા હરી કલવાણી નામનો શખ્સ ગઇકાલે પવનચકકી પાસે પાનની દુકાને ઉભો રહીને ટીવીમાં હાલમાં ચાલતી આઇપીએલ ૨૦-૨૦ ટુર્નામેન્ટના ચેન્નઇ અને લખનૌ વચ્ચે રમાઇ રહેલા મેચનું લાઇવ પ્રસારણ નિહાળી રનફેર અને હારજીતના સોદા કરતો હતો.
આ બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી ઘનશ્યામ ઉર્ફે મામાને સટ્ટો રમતા રોકડા ૩૪૦૦, એક મોબાઇલ મળી કુલ ૩૯૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. તે આ સોદા જામનગરના ચિરાગ ચારોલા નામના ઇસમ પાસે કપાત કરાવતો હતો આથી બંનેની સામે સીટી-એમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application