ભાગવત વિરોધી બની જાય તો મોદી સરકાર તેને પણ આતંકી કહી દે : રાહુલ ગાંધી

  • December 25, 2020 12:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કૃષિ કાયદાનાં મામલે વધુ એક વાર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. આજે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને પોણા બે કરોડની સહી વાળા પત્ર સાથે આ બાબતની રજૂઆત કરતા ખેડૂતોને ન્યાય અપાવવા અને આ મામલાની કમાન તેના હાથમાં લેવા માટે ભલામણ કરી હતી.

 

આ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જે મોદી સરકારની સામે બોલે છે, તેનો વિરોધ કરે છે તેને આતંકી કહેવાનું શરૂ કરવામાં આવે છે. રાહુલે ઉત્સાહિત થતા કહયું હતું કે જો રાષ્ટ્રિય સ્વયંમસંઘનાં પ્રમુખ મોહન ભાગવત મોદીનાં વિરોધી બની જાય તો તેને પણ આતંકી કહી દેશે. આ વાત રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીનાં નેતા દ્વારા ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની સમર્થકોનો હાથ હોવાનો આરોપનો જવાબ આપતાં કહી હતી.  

 

રાહુલે આક્રમક થતા કહયું હતું કે ભાજપ અને નરેન્દ્ર મોદીનું એક જ લક્ષ્ય છે જે ખેડૂતો સમજી ગયા છે. તેનું ધ્યેય તેનાં અમીર મિત્રોને વધુ ધનવાન બનાવવાનું છે. જે મોદી સામે અવાજ ઉંચો કરે છે તેને કોઈને કોઈ ખોટા આરોપો સહન કરવાનો વારો આવે છે. ખેડૂતો અવાજ ઉઠાવે છે તો તેને આતંકવાદી કહેવામાં આવે છે. માત્ર બે ત્રણ લોકો જ દેશને ચલાવી રહ્યાં છે. પરંતુ આ વખતે ખેડૂતો પીછે હઠ કરશે નહીં અને સરકારનો વિરોધ કરશે. કૃષિ બિલમાં ફેરફાર નથી જોતા પરંતુ હવે બિળ જ પરત ખેંચવામાં આવે એ જ ખેડૂતોની માગ છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન પ્રિયંકા ગાંધીને અને કેટલાક કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી જોકે તેમને ધરણા આપવાનું બંધ કર્યું નહોતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application