વોર્ડ નં.15 માં તાકીદે ભૂગર્ભ ગટર નહીં બનાવાય તો ઉપવાસ આંદોલન કરાશે

  • July 17, 2021 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરસેવક આનંદ રાઠોડે લત્તાવાસીઓને સાથે રાખી મ્યુ. કમિશ્નરને આપેલા આવેદનપત્રમાં વ્યથા વ્યકત કરી

જામનગરના વોર્ડ નં.15 ના રહેવાસીઓ વેરો ભરતા હોવા છતાં આ વોર્ડની મોટાભાગની સોસાયટીમાં મનપા પાણીના નિકાલની સુવિધા આપવામાં વામણી પુરવાર થતાં કોંગી નગરસેવક આનંદ રાઠોડ અને રહેવાસીઓએ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં તાકીદે ભૂગર્ભ ગટર નહીં બનાવાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

જામ્યુકોના કમિશ્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.15 માં નીલકંઠ, ખોડીયાર પાર્ક, નવાનગર સહિતની સોસાયટીઓનો વર્ષ-2013માં મહાનગરપાલિકામાં સમાવેશ થયો હોય તે સમયથી મનપા વેરા વસૂલી રહી છે. આથી આ સોસાયટીમાં પાણી, ગટર સહિતની સુવિધા આપવી તે મનપાની જવાબદારી છે. આ સોસાયટીમાં મનપા દ્વારા પાણીની પાઇપલાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ પાણીના નિકાલની કોઇ સુવિધા કરવામાં ન આવતા ગંદા પાણની રેલમછેલથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આથી જો આ વિસ્તારોમાં તાકીદે ભૂગર્ભ ગટર બનાવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

જામનગરના કેટલાક વિસ્તારો શહેરમાં ભળી ગયા હોવા છતા પણ લોકોને સુવિધા મળી નથી, ઠેર ઠેર ગટરના પાણી ઉભરાય છે અને ગંદકી નગર જેવા વિસ્તારો થઇ જતા હોય રોગચાળો ફાટી નીકળે છે કે મહાપાલીકાની ફરજ છે કે કમ સે કમ શહેરની હદમાં જયારે વિસ્તારને ભેળવવામાં આવે છે ત્યારે, લાઇટ, પાણી, ગટર અને રસ્તાની આનુસાંગીક સેવાઓ આ સોસાયટીઓને આપવાની ફરજ છે. ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ લાઇટની વ્યવસ્થા નથી, એટલુ જ નહીં રસ્તા બન્યા ન હોવાના કારણે વાહનોને નુકશાન થાય છે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરની સુવિધા છે ત્યારે 2013 પછી જામનગરની હદમાં આવેલા વિસ્તારોમાં તાત્કાલીક અસરથી સુવિધા ફાળવવી જોઇએ નહી તો જન આંદોલન થશે તે દિવસો દુર નથી, જે રીતે વોર્ડ નં. 15ના રહેવાસીઓએ ચિમકી આપી હતી એ જ રીતે વોર્ડ નં. 12,13 અને 1 નંબરના વોર્ડમાં પણ અમુક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS