જો આ કરશો તો કંપની તમારા બ્રાઉઝિંગને મોનિટર કરી શકશે નહીં : ગૂગલ

  • March 04, 2021 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૂગલે કહ્યું હતું કે એકવાર તેની સિસ્ટમમાંથી થર્ડ પાર્ટી કૂકીઝને દૂર કરવામાં આવશે, તે પછી લોકોના ઇન્ટરનેટ બ્રાઉઝિંગ પર નજર રાખવાનું બંધ કરશે. કંપનીએ કહ્યું કે તેના માટે લોકોની પ્રાયવસીનું રક્ષણ એ પહેલી પ્રાથમિકતા છે. તે ક્રોમ પર બ્રાઉઝ કરતી વ્યક્તિઓને ઓળખવા માટે કોઈ વૈકલ્પિક તકનીક વિકસિત કરશે નહીં.

ગયા વર્ષે જાન્યુઆરીમાં, કંપનીએ જાહેરાત કરી હતી કે તે આગામી બે વર્ષમાં તબક્કાવાર રીતે તેના બ્રાઉઝર ક્રોમને થર્ડ પાર્ટી કૂકીઝથી મુક્ત બનાવશે. થર્ડ પાર્ટી કૂકીઝ એ નાના કોડ્સ છે જેનો ઉપયોગ વેબસાઇટના જાહેરાતકારો ઉપયોગકર્તાના વ્યક્તિગત બ્રાઉઝિંગને રેકોર્ડ કરવા માટે કરે છે. તેના આધારે, વ્યક્તિઓની રુચિ નક્કી કરવામાં આવે છે અને તે મુજબ તેમને ઓનલાઇન જાહેરાતો મોકલવામાં આવે છે.

એક બ્લોગપોસ્ટમાં, ગૂગલે કહ્યું હતું કે, વ્યક્તિગત વપરાશકર્તા ડેટા હજારો કંપનીઓમાં ફેલાયો છે, સામાન્ય રીતે તે થર્ડ પાર્ટી કૂકીઝ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તેનાથી લોકોનો વિશ્વાસ ઓછો થયો છે.

ગૂગલે કહ્યું હતું કે જો ડિજિટલ જાહેરાતો અને વ્યક્તિગત ડેટાના ઉપયોગ અંગે લોકોની વધતી ચિંતાઓને ધ્યાન આપવામાં નહીં આવે, તો અમે ફ્રી અને ઓપન વેબના ભવિષ્યનું જોખમ ઘટાડી શકશું નહી. કંપનીએ કહ્યું કે તેણે ગયા વર્ષે થર્ડ પાર્ટી કૂકીઝને દૂર કરવાની જાહેરાત કરી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS